ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / TAT (ઉચ્ચતર માધ્યમિક) પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવ્યા

ગાંધીનગર / TAT (ઉચ્ચતર માધ્યમિક) પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવ્યા

Published By: Vishal Khamar

Last Updated: 11:31 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tat પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 1.4 લાખ ઉમદવારોએ પરીક્ષા આપી હતા. ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક માટેની માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી.

ADVERTISEMENT

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવામાં આવેલી શિક્ષક અભિરુચિ કસોટી (TAT) ઉચ્ચતર માધ્યમિકની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારો માટેનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જોકે, પરિણામ જાહેર થયા બાદ અનેક ઉમેદવારોએ વેબસાઇટ ધીમી ચાલતી હોવા અથવા ન ખુલતી હોવાની ફરિયાદો નોંધાવી છે.

આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલા પરિણામ મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 34,644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. તે ઉપરાંત 20,893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ અને 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. પરિણામના વિશ્લેષણ અનુસાર 1,666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે રાજ્યભરના ઉમેદવારોમાં સ્પર્ધાત્મક સ્તર દર્શાવે છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે જણાવ્યું છે કે પરિણામ અંગે કોઈ વાંધો હોય અથવા ગુણની પુનઃચકાસણી કરાવવી હોય તેવા ઉમેદવારો 18 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. પુનઃચકાસણી સંબંધિત તમામ વિગતો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે. જ્યારે હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામ જાહેર થતાં હવે હજારો ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે.

આ પણ વાંચોઃટ્રાફિક નિયમ ભંગ કરનારા સાવધાન, 5થી વધુ ચલણ પર લાયસન્સ સસ્પેન્ડ થશે

શિક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ગણાતી TAT પરીક્ષાના આ પરિણામે સફળ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે મુખ્ય પરીક્ષાની તારીખ નજીક આવતા તૈયારીનો ધમધમાટ પણ તેજ બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TAT 2026 Result TAT Preliminary Exam Result Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ