બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારે તાળું મારતા Telegram પહોંચી દિલ્હી હાઈકોર્ટ, શું આવશે મોટો વળાંક?

કોર્ટના દરવાજે / સરકારે તાળું મારતા Telegram પહોંચી દિલ્હી હાઈકોર્ટ, શું આવશે મોટો વળાંક?

Kalpesh Kandoria

Last Updated: 01:20 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET UG રી-ટેસ્ટ પહેલાં સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હવો જેને ટેલિગ્રામ કંપનીએ એમ કહીને પડકાર્યો કે આ નિર્ણયથી વપરાશકર્તાઓ અને વયવસાયિક પરવૃત્તિઓ પર અસર પડી રહી છે, આજે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

NEET-UG રી-ટેસ્ટ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધ સામે હવે કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.

સરકાર દ્વારા 21 જૂને યોજાનારી NEET-UG પુનઃ પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને પેપર લીક તથા ગેરરીતિઓને રોકવા માટે ટેલિગ્રામ પર 22 જૂન સુધીનો અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ નિર્ણય માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 69A હેઠળ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ટેલિગ્રામે પોતાની અરજીમાં દલીલ કરી છે કે સમગ્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય અતિશય અને અસંગત છે, જેનાથી લાખો સામાન્ય વપરાશકર્તાઓ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે. કંપનીએ પ્રતિબંધની કાયદેસરતા અને તેની જરૂરિયાત બંને પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ઉથલપાથલ? ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સામે ‘ઓપરેશન ટાઇગર’ની ચર્ચા તેજ

સરકારનો દાવો છે કે કેટલીક ગેરકાયદેસર ટોળકીઓ ટેલિગ્રામનો ઉપયોગ કરીને પરીક્ષાસંબંધિત ગેરરીતિઓ અને ખોટી માહિતી ફેલાવી રહી હતી. આ સંજોગોમાં પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે આ પગલું જરૂરી હોવાનું કેન્દ્રનું માનવું છે.હવે દિલ્હી હાઈકોર્ટની સુનાવણી બાદ આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. કોર્ટ સરકારના પ્રતિબંધને યથાવત રાખે છે કે ટેલિગ્રામને રાહત આપે છે તે જોવાનું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi High Court NEET UG Retest Telegram
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ