બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપથી ઇનકાર, તાત્કાલિક સુનાવણી નહીં

NEET-UG 2026 / પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપથી ઇનકાર, તાત્કાલિક સુનાવણી નહીં

Nidhi Panchal

Last Updated: 12:18 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET-UG 2026 પરીક્ષા અને પેપર લીક મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હજારો વિદ્યાર્થીઓની ચિંતા વચ્ચે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ કોર્ટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર હવે આગામી સુનાવણી પર ટકેલી છે

NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી તાત્કાલિક રજૂઆત પર કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આ મામલાને લઈને કેટલાક ઉમેદવારો અને તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે પેપર લીકના આરોપો અને પરીક્ષાને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ અને ચિંતાનો સામનો કરી રહ્યા છે.

neet-pg-exam

1,600 ઉમેદવારો હાલ ગંભીર ચિંતા અને માનસિક દબાણ

સુપ્રીમ કોર્ટમાં થયેલી રજૂઆત દરમિયાન વકીલે દલીલ કરી હતી કે આશરે 1,600 ઉમેદવારો હાલ ગંભીર ચિંતા અને માનસિક દબાણ હેઠળ છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ હજુ સુધી તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શક્યા નથી. પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોવા છતાં ટેકનિકલ અને વહીવટી મુશ્કેલીઓના કારણે ઉમેદવારોમાં ગૂંચવણ અને અનિશ્ચિતતા વધી રહી છે. વકીલે એ પણ રજૂઆત કરી હતી કે પરીક્ષા માટે હવે ખૂબ ઓછો સમય બાકી છે અને આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે યોગ્ય તૈયારી કરવી પણ મુશ્કેલ બની રહી છે.

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તાત્કાલિક દખલ કરવાનો ઇનકાર

જો કે, આ તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તાત્કાલિક દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટનું માનવું હતું કે આ મામલાને હાલ તાત્કાલિક સુનાવણી માટે સ્વીકારવાની જરૂર નથી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે આ મામલો સાંભળવાના નથી.” CJI સૂર્યકાંતે વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દા સાથે સંબંધિત તમામ બાબતો પહેલેથી જ જસ્ટિસ નરસિંહાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેથી આ મામલામાં અલગથી તાત્કાલિક સુનાવણી કરવાની જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, “આ બધા મુદ્દાઓ પહેલેથી જ જસ્ટિસ નરસિંહાની બેન્ચ સમક્ષ છે. વેકેશન પૂર્ણ થયા પછી તે તમામ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવશે.”

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે કરાશે: DyCM હર્ષ સંઘવી

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હાલમાં NEET-UG 2026 પેપર લીક મામલે કોઈ તાત્કાલિક રાહત મળી નથી. જોકે, વેકેશન પૂર્ણ થયા બાદ જસ્ટિસ નરસિંહાની બેન્ચ સમક્ષ આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. હવે 1,600થી વધુ ઉમેદવારો સહિત હજારો વિદ્યાર્થીઓની નજર આગામી સુનાવણી અને કોર્ટના નિર્ણય પર કેન્દ્રિત થઈ છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આશા રાખી રહ્યા છે કે ભવિષ્યમાં આ મુદ્દે સ્પષ્ટતા થશે અને પરીક્ષા પ્રક્રિયા અંગેની તમામ શંકાઓ દૂર થશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET UG 2026 Paper Leak Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ