બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 PM, 7 June 2026
તાજેતરમાં દેશના કેટલાક મહત્વના રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ખેમાને હચમચાવી દીધો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) નો પરાજય થતાં INDIA ગઠબંધન બેકફૂટ પર આવી ગયું છે. આ બંને પક્ષો ગઠબંધનના મજબૂત સ્તંભ ગણાતા હતા. આ હારના કારણે વિપક્ષ નબળો પડ્યો છે અને ભાજપની રાજકીય તાકાતમાં વધારો થયો છે. આ જ બદલાયેલી પરિસ્થિતિઓમાં આગળની રણનીતિ નક્કી કરવા અને આંતરિક ખેંચતાણને શાંત કરવા માટે સોમવારે દિલ્હીમાં 23 વિપક્ષી દળોની એક કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં વિપક્ષના તમામ મોટા ચહેરાઓ એક મંચ પર જોવા મળશે. કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, TMC ના સુપ્રીમો મમતા બેનર્જી અને મહાસચિવ અભિષેક બેનર્જી, સમાજવાદી પક્ષના વડા અખિલેશ यादव, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તેજસ્વી યાદવ, શિવસેના (UBT) ના ઉદ્ધવ ઠાકરે તેમજ વિવિધ વામપંથી (ડાબેરી) પક્ષોના નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સ્પષ્ટ કર્યું છે કે 23 રાજકીય પક્ષોએ આ 'INDIA જનબંધન' બેઠકમાં આવવાની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે.

ADVERTISEMENT
આ મહત્વની બેઠકમાંથી બે મોટા પ્રાદેશિક પક્ષો ગાયબ રહેશે, અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે હવે INDIA ગઠબંધનનો હિસ્સો નથી અને ભવિષ્યમાં પણ અલગ જ રહેશે. તો બીજી તરફ તમિલનાડુની સત્તાધારી પાર્ટી DMK નો મામલો કૉંગ્રેસ સાથેના વિવાદનો છે. કૉંગ્રેસે તમિલનાડુમાં DMK સાથેનો છેડો ફાડીને TVK (તમિલગા વેટ્ટ્રી કઝગમ) ની આગેવાની હેઠળની નવી સરકારને સમર્થન આપ્યું છે. આ રાજકીય દગાથી નારાજ થઈને DMK એ દિલ્હીની બેઠકનો બહિષ્કાર કર્યો છે. જોકે, એવી ચર્ચા છે કે વિપક્ષી ગઠબંધનમાં હવે નવી પાવરફુલ પાર્ટી TVK નો સત્તાવાર સમાવેશ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બેઠકમાં માત્ર ભવિષ્યની રણનીતિ જ નહીં, પરંતુ પક્ષો વચ્ચેના આંતરિક વિવાદો પણ ટેબલ પર આવશે. બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પર સતત હુમલા થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી આ બેઠકમાં કાયદો-વ્યવસ્થા અને રાજકીય હિંસાનો મુદ્દો ઉઠાવીને અન્ય પક્ષોનું સમર્થન માંગશે. TMC સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે આ બેઠક એક સ્પષ્ટ ઈરાદા સાથે થઈ રહી છે.
કેરળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) એ કૉંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે. CPI(M) નો આરોપ છે કે કેરળમાં કૉંગ્રેસની આગેવાની હેઠળના UDF ગઠબંધને ડાબેરીઓને હરાવવા માટે ભાજપ સાથે આંતરિક મિલીભગત કરી હતી. આ અંગે પક્ષના મહાસચિવ એમ.એ. બેબીએ મલ્લિકાર્જુન ખડગેને કડક પત્ર લખ્યો છે. બેઠકમાં રાજ્યસભા નેતા જોન બ્રિટ્ટાસ આ મુદ્દે કૉંગ્રેસ પાસેથી ખુલાસો માંગશે.
ADVERTISEMENT
વિપક્ષની આ બેઠક પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ જણાવ્યું કે, CPI(M) ના પત્રથી સાબિત થાય છે કે આ ગઠબંધનની એકતા માત્ર નાટક છે. આ ગઠબંધન પાસે દેશ માટે ન તો કોઈ મિશન છે, ન તો કોઈ વિઝન છે, અહીં માત્ર કન્ફ્યુઝન, અંદરોઅંદરનો વિભાજન અને સત્તાની ભૂખ છે.
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
બીજી તરફ, ભાજપના આરોપોને ફગાવી દેતા જયરામ રમેશે કહ્યું કે, જેવી રીતે ભારત પોતાની વિવિધતામાં એકતા ધરાવે છે, તેવી જ રીતે અમારું 'INDIA જનબંધન' પણ વૈવિધ્ય વચ્ચે એકજૂથ છે. જે પક્ષો કોઈ કારણસર બેઠકમાં નથી આવી રહ્યા, તેઓ પણ દેશ બચાવવાની લડાઈમાં અને મોદી સરકારની જનવિરોધી નીતિઓ, મોંઘવારી, બેરોજગારી અને બંધારણ પર થઈ રહેલા હુમલાની વિરુદ્ધ અમારી સાથે જ છે. હવે જોવાનું એ રહેશે કે આ મંથનમાંથી વર્ષ 2029 માટે કોઈ નક્કર રોડમેપ નીકળે છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.