બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 7 June 2026
દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શનિવારે શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત કથિત અનિયમિતતાઓ અને પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે હજારો યુવાનોએ કલાકો સુધી જોરદાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ ભલે શનિવારે પૂર્ણ થઈ ગયો હોય, પરંતુ આ આંદોલનના આયોજકોએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે આરપારની લડાઈ લડવાનું એલાન કરી દીધું છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે આજે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના આગામી પ્લાન અને રણનીતિની જાહેરાત કરી છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
CJP ના સ્થાપક અભિજીત દીપકે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરીને જંતર-મંતર ખાતે થયેલા પ્રદર્શનમાં યુવાનોના ઉત્સાહને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. તેમણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, સરકાર પાસે હવે માત્ર 7 દિવસનો સમય છે. જો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આગામી સાત દિવસની અંદર પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે અથવા તેમને હટાવવામાં નહીં આવે, તો આ વિરોધ પ્રદર્શન અહીં જ સમાપ્ત થઈ જશે તેમ સરકારે માનવાની ભૂલ કરવી નહીં. આવનારા દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર અને દેશવ્યાપી બનાવવામાં આવશે. આ જ સુર પુરાવતા CJP ના પ્રવક્તા આશિષ રાંકાએ પણ જણાવ્યું હતું કે, દેશની જર્જરિત શિક્ષણ વ્યવસ્થામાં હવે આમૂલ પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે અને આ ક્રાંતિની શરૂઆત દિલ્હીના જંતર-મંતરથી થઈ ચૂકી છે. આ મુદ્દે તેઓ આગામી સમયમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પર લાઈવ આવીને દેશના યુવાનો સાથે આગળની વ્યૂહરચના અંગે સીધો સંવાદ પણ સાધશે.

ADVERTISEMENT
અભિજીત દીપકે આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ પ્રદર્શનને સંપૂર્ણપણે ઐતિહાસિક અને શાંતિપૂર્ણ ગણાવ્યું હતું. દીપકે ઉમેર્યું કે, "આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એવા યુવાનો પણ સામેલ થયા હતા, જેમણે જીવનમાં પહેલીવાર કોઈ રાજકીય કે સામાજિક આંદોલનમાં ભાગ લીધો હોય. આ બાબત દર્શાવે છે કે દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થાને લઈને દેશના યુવાનોમાં કેટલો પ્રચંડ આક્રોશ છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓના કારણે દેશની એક આખી યુવા પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને આ અન્યાય માટે સરકારે જવાબદારી નક્કી કરવી જ પડશે."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
બીજી તરફ, જંતર-મંતર પર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પણ આકરો પલટવાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ સમગ્ર આંદોલનની ગંભીરતા પર સવાલ ઉઠાવતા એક સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે. નીતિન નવીને જણાવ્યું કે, દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ બિલકુલ પારદર્શક રીતે કામ કરી રહી છે. પરંતુ કેટલાક લોકો વિદેશમાં બેસીને ભારતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને તેમની દિશા ભટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. ભારત વિરોધી તત્વોના આવા કોઈ પણ ષડયંત્રને દેશમાં ક્યારેય સફળ થવા દેવામાં નહીં આવે. ભાજપ પ્રમુખનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ અને CJP શિક્ષણ મંત્રીના રાજીનામા પર અડી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે આ 7 દિવસના અલ્ટીમેટમ બાદ દેશનું રાજકારણ કઈ દિશામાં વળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.