બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'ભુવાને મંચ પરથી દૂર રાખો', મહંત દેવનાથ બાપુએ કહ્યું-'ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે'

ગુજરાત / 'ભુવાને મંચ પરથી દૂર રાખો', મહંત દેવનાથ બાપુએ કહ્યું-'ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે'

Nidhi Panchal

Last Updated: 04:30 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આયોજિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને હાલમાં વિવાદોનો મધપૂડો છંછેડાયો છે. આ દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યા બાદ આ વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ સમગ્ર વિવાદ અને અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ પર એકલધામ આશ્રમના મહંત યોગી દેવનાથ બાપુએ એક મહત્વનું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખાને સમજાવતા મંચ પરથી કેટલીક કડક વાતો કહી છે.

Dhirendra-Shastri

ધર્મના નામે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું

મહંત યોગી દેવનાથ બાપુએ જણાવ્યું છે કે, જે લોકો ધર્મના નામે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે, તેવા લોકોને ક્યારેય પણ પવિત્ર મંચ પર આવવા દેવા જોઈએ નહીં. ધર્મ એ આસ્થાનો વિષય છે, કુપ્રથાઓનો નહીં. તેથી, ધર્મના મંચ પરથી અધંશ્રદ્ધા ફેલાવતા લોકોને હંમેશા દૂર રાખવા જોઈએ જેથી ભક્તોની સાચી આસ્થાને કોઈ ઠેસ ન પહોંચે.

ધાર્મિક કાર્યક્રમોમાં જોવા મળતા દ્રશ્યો

તેમણે ખાસ કરીને દરબારો અને ધાર્મિક કાર્યક્રમોમાં જોવા મળતા દ્રશ્યો પર પ્રહાર કરતા કહ્યું કે, ધૂણવાવાળા ભુવાને મંચ પરથી તદ્દન દૂર રાખવા જોઈએ. આવા તત્વો ધર્મના નામે ભય અને ભ્રમ ઉભો કરે છે. જો કે, આ સાથે જ તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પણ વાત કરી હતી. યોગી દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે અને સનાતન ધર્મને આગળ ધપાવી રહ્યા છે

આ પણ વાંચો : વડોદરામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

પરંતુ મંચની ગરિમા જળવાઈ રહેવી ખૂબ જરૂરી છે. સાચા ધર્મ પ્રચારની આડમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન ન મળવું જોઈએ તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yogi Devnath Bapu Dhirendra Shastri Darbar Blind faith controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ