બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:54 PM, 11 June 2026
1/7
ભારતમાં ચોમાસાની પ્રગતિ અને પહાડી વિસ્તારોમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. IMD ના તાજા બુલેટિન અનુસાર, શુક્રવારે દેશના મોટાભાગના વિસ્તારોમાં મોસમ અસાધારણ રહેશે. હરિયાણા નજીક બનેલા ચક્રવાતી દબાણ અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 13 જૂન સુધી પ્રચંડ વાવાઝોડું અને વરસાદનો દોર ચાલુ રહેશે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે.
2/7
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં 'વ્યાપક' વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 5-7°C નો મોટો ઘટાડો જોવા મળશે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી મુક્તિ મળશે. જો કે, સુરક્ષાના ભાગરૂપે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન માટે 60-70 કિમી/કલાકની ઝડપે ફૂંકાનારા પવન સાથે 'તીવ્ર આંદી-તોફાન' અને કરા પડવાની કડક ચેતવણી જારી કરાઈ છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે.
3/7
રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને એનસીઆરમાં શુક્રવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. સવાર અને બપોરના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ થવાની અને 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 34°C થી 36°C અને લઘુત્તમ તાપમાન 23°C થી 25°C ની વચ્ચે રહેશે, જે સામાન્ય કરતાં ઘણું ઓછું છે.
4/7
દેશના કુલ 13 રાજ્યોમાં મોસમનો ભારે કહેર જોવા મળી શકે છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે. આ તમામ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને પવનની ગતિ 70 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ કરતાં IMD એ જણાવ્યું કે, મોનસૂનની ઉત્તરીય રેખા હાલમાં ચેન્નાઈ, સોલાપુર (મહારાષ્ટ્ર), હૈદરાબાદ, ભદ્રાદ્રી કોઠાગુડેમ (તેલંગાણા), કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ) થી થઈને રાયગંજ (પશ્ચિમ બંગાળ) અને મધુબની (બિહાર) સુધી પહોંચી ચૂકી છે.
5/7
મધ્ય ભારતના છત્તીસગઢમાં મોટાભાગના સ્થળોએ વરસાદની આશા છે. આ સિવાય બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં પણ ગાજવીજ સાથે કરા પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના તમામ ભાગોમાં સંપૂર્ણ રીતે દાખલ થઈ ગયું છે, સાથોસાથ બિહાર અને બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાએ દસ્તક આપી દીધી છે.
6/7
દક્ષિણ અને પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ) ભારતમાં ચોમાસું અત્યંત સક્રિય છે. કેરળ, માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 'અતિ ભારે' વરસાદની ચેતવણી અપાઈ છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને રાયલસીમામાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં વ્યાપક વરસાદની સંભાવના વચ્ચે અરૂણાચલ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
7/7
જો કે, દક્ષિણ ભારતના કેટલાક આંતરિક વિસ્તારો જેવા કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં હજુ પણ લૂની સ્થિતિ જળવાઈ રહી શકે છે. ખરાબ હવામાનને જોતા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાવાઝોડા અને વીજળીના કડાકા વખતે ઘરોની અંદર રહે, ઝાડ નીચે ઉભા ન રહે અને સુરક્ષિત આશ્રય લે. ખેડૂતોને તેમની લણણી કરેલી ફસલોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે કૃષિ પરામર્શ જારી કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ