બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસીએ જ રહસ્યો પરથી પડદો ઊંચકાશે?

Ahmedabad Plane Crash / શું પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસીએ જ રહસ્યો પરથી પડદો ઊંચકાશે?

Nidhi Panchal

Last Updated: 08:00 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. AAIBના સંભવિત વચગાળાના અથવા અંતિમ રિપોર્ટથી દુર્ઘટના સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ રહસ્યો પરથી પડદો ઊંચકાશે તેવી આશા છે.

અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની A-171 ફ્લાઈટની ભયાનક દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) બુધવારે આ અકસ્માત અંગેનો વચગાળાનો અથવા અંતિમ તપાસ અહેવાલ જાહેર કરે તેવી શક્યતા છે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ અહેવાલ દુર્ઘટના સાથે જોડાયેલા કેટલાક સૌથી મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પ્રશ્નોના જવાબ આપી શકે છે.

Plane-Crash

સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડોમાં વિમાનનાં બંને એન્જિનની ફ્યૂઅલ કટઓફ સ્વિચ 'રન' સ્થિતિમાંથી 'કટઓફ' સ્થિતિમાં કેવી રીતે ખસી અને બંને એન્જિનમાં ઈંધણનો પુરવઠો કેમ બંધ થઈ ગયો. ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ના નિયમો અનુસાર જો કોઈ દુર્ઘટનાનો અંતિમ અહેવાલ 12 મહિનામાં જાહેર ન થઈ શકે તો સંબંધિત દેશે દુર્ઘટનાની વર્ષગાંઠે તપાસની પ્રગતિ અને સલામતી સંબંધિત મુદ્દાઓ દર્શાવતું જાહેર નિવેદન બહાર પાડવું જરૂરી હોય છે.

નિષ્ણાતોનું માનવું

નિષ્ણાતોનું માનવું છે કે જો AAIB ICAOનાં ધોરણો અનુસાર વચગાળાનો અહેવાલ પણ જાહેર કરશે તો તેમાં બ્લેક બોક્સમાંથી પ્રાપ્ત થયેલી મહત્ત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થઈ શકે છે. દુર્ઘટના બાદ એક મહિના પછી જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં ખુલાસો થયો હતો કે ટેકઓફ બાદ સેકન્ડોમાં જ બંને એન્જિનની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ 'રન'માંથી 'કટઓફ' સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જેના કારણે બંને એન્જિનમાં ઈંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો.

અહેવાલમાં કોકપિટમાં

અહેવાલમાં કોકપિટમાં થયેલી ટૂંકી વાતચીતનો પણ ઉલ્લેખ હતો, જેમાં એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું હતું કે તેણે ફ્યૂઅલ કેમ બંધ કર્યું, જ્યારે સામના પાઇલટે એવું કોઈ પગલું ભર્યું ન હોવાનું જણાવ્યું હતું. આ ખુલાસા બાદ દુર્ઘટનાનાં કારણોને લઈને બે અલગ અલગ થિયરી સામે આવી હતી. એક થિયરી અનુસાર સ્વિચ માનવીય હસ્તક્ષેપના કારણે ખસી હોઈ શકે, જ્યારે બીજી થિયરીમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે આખો ઘટનાક્રમ સર્જાયો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડોમાં ઈંધણ બંધ કરતી સ્વિચ કેમ ખસી ગઈ? રિપોર્ટમાં ખુલાસાની આશા. બોઇંગ-787ના એક નિષ્ણાતે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે દુર્ઘટનાના રહસ્યનો મહત્ત્વપૂર્ણ તાર વિમાનની રેમ એર ટર્બાઈન (RAT) સિસ્ટમ સાથે જોડાયેલો હોઈ શકે છે. RAT એ બોઇંગ-787નું ઈમર્જન્સી સ્થિતિમાં ઉપયોગમાં લેવાતું અંતિમ વીજ પુરવઠા સ્રોત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash AAIB Report Air India A171
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ