બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલના ભોજપરામાં ભેળસેળવાળા તેલનો ખેલ! મુરલીધર પ્રોટિન્સમાં SOGના દરોડા, માલિક સામે કાર્યવાહી

ગુજરાત / ગોંડલના ભોજપરામાં ભેળસેળવાળા તેલનો ખેલ! મુરલીધર પ્રોટિન્સમાં SOGના દરોડા, માલિક સામે કાર્યવાહી

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Maru

Last Updated: 01:55 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ફૂડ પોઈઝનિંગની દુઃખદ ઘટના બાદ હવે રાજકોટમાંથી ખાદ્ય વસ્તુને લઈને વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના ભોજપરામાં શુદ્ધ ખાદ્ય તેલના નામે ભેળસેળનો મોટો ખેલ ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે.

સુરતના વરાછામાં શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું જમવાનું ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું. સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે માતા-પિતા સહિત ચાર સભ્યોની હાલત ગંભીર છે. ત્યાં તો હવે રાજકોટમાંથી પણ ખાદ્ય વસ્તુને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શુદ્ધ ખાદ્ય તેલના નામે ભેળસેળનો મોટો ખેલ ઝડપાતા લોકોમાં ચિંતા વધી છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.

RJT-tel

કારખાનામાં ચાલતા કથિત કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં આવેલા મુરલીધર પ્રોટિન્સ નામના કારખાનામાં ચાલતા કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડો પાડતાં કારખાનામાંથી મોટી માત્રામાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

આશંકાના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી

પ્રાથમિક માહિતી મુજબ, કારખાનામાં શુદ્ધ ખાદ્ય તેલના નામે ભેળસેળવાળું તેલ તૈયાર કરવામાં આવતું હોવાની આશંકાના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત તેલ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

માલિક જયદેવ ડાંગર સામે કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર મામલે પોલીસે કારખાનાના માલિક જયદેવ ડાંગર સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કારખાનામાં કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી, કેટલું ભેળસેળયુક્ત તેલ બજારમાં પહોંચ્યું છે અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ! રેસ્ટોરન્ટનું જમવાનું ખાધા બાદ 5 વર્ષની આર્યાનું મો*ત, 4ની હાલત ગંભીર

ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના સતત સામે આવતા બનાવોએ સામાન્ય લોકોમાં ચિંતા વધારી છે. એક તરફ સુરતમાં બહારનું જમવાનું ખાધા બાદ એક માસૂમ બાળકીનું મોત થયું છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ ઝડપાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો પણ લોકોને બહારનું ખાવાનું તેમજ પેકિંગવાળી ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ભેળસેળયુક્ત ખાદ્ય તેલના આ કૌભાંડ સાથે સંકળાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Food Safety Murlidhar Proteins Rajkot Oil Adulteration

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ