બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 21900 OTP પાકિસ્તાન મોકલ્યા, 1000 ડિવાઇસ હેક કર્યા, BOSS સ્કેમમાં મોટો ખુલાસો
Last Updated: 02:30 PM, 18 August 2026
અમદાવાદમાં સાયબર ક્રાઈમના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી બે આરોપીઓઇમરાન અલી પ્રિયાદા અને ઇન્જામૂલ મૌલાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી સાયબર ઠગાઈ માટે OTP સર્વિસ પૂરી પાડતા હતા અને અત્યાર સુધીમાં હજારો OTP ઇસ્લામાબાદમાં બેઠેલા ઠગોને આપ્યા હોવાનો પોલીસનો દાવો છે.આ સમગ્ર કેસની તપાસ આશરે 1.5 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીની ફરિયાદ બાદ શરૂ થઈ હતી. તપાસ આગળ વધતાં તેનું કનેક્શન પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું હતું.
ADVERTISEMENT
4,500 જેટલા સિમકાર્ડ ખરીદ્યા
પોલીસ તપાસ મુજબ આરોપી ઇમરાન બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકોના નામે સિમકાર્ડ મેળવતો હતો. ત્યારબાદ અન્ય કંપનીના સિમકાર્ડ અને મોબાઈલ નંબર એક્ટિવ કરાવી ડમી સિમકાર્ડ તૈયાર કરવામાં આવતા હતા.આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે 4,500 સિમકાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT

WhatsApp ગ્રુપ બનાવી OTPની ‘સર્વિસ’
ADVERTISEMENT
સાયબર ઠગાઈ માટે આરોપીઓએ WhatsApp પર ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ મારફતે ઠગોને OTP ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. એક OTP માટે આશરે 100થી 250 રૂપિયા સુધી વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે 21,900 OTP ઇસ્લામાબાદમાં બેઠેલા ઠગોને આપ્યા હતા. આ OTPનો ઉપયોગ અલગ-અલગ પ્રકારની સાયબર છેતરપિંડી માટે કરવામાં આવતો હોવાની માહિતી મળી છે.
CEO અને બોસના નામે બનાવતા હતા ફેક પ્રોફાઇલ
ADVERTISEMENT
આ નેટવર્કમાં જાણીતી કંપનીઓના CEO અથવા બોસના નામે પ્રોફાઇલ તૈયાર કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકારની છેતરપિંડીને BOSS સ્કેમ તરીકે ઓળખવામાં આવી રહી છે.તપાસમાં એવો પણ દાવો સામે આવ્યો છે કે ચીનના માલવેરનો ઉપયોગ કરીને હેકિંગ કરવામાં આવતું હતું, જ્યારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાંથી કોલ સેન્ટર મારફતે સમગ્ર પ્રવૃત્તિનું મોનિટરિંગ થતું હતું.
ZIP, DOC અને APK ફાઇલથી સાવધાન
ADVERTISEMENT
સાયબર ઠગાઈ માટે આરોપીઓ દ્વારા ZIP, DOC અને APK જેવી ફાઇલો મોકલવામાં આવતી હતી. આવી ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ ડિવાઇસમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે અને સંવેદનશીલ માહિતી ઠગોના હાથમાં જવાની શક્યતા રહે છે.પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિ કે નંબર પરથી મળતી ZIP, DOC, APK અથવા અન્ય શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ ન કરવા ચેતવણી આપી છે.
10 હજારથી વધુ ડિવાઇસ સાથે કનેક્શન
ADVERTISEMENT
તપાસમાં આ સાયબર ફ્રોડ નેટવર્કની લિંક 10 હજાર જેટલા ડિવાઇસ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન સહિત અન્ય ડિવાઇસ પણ મળી આવ્યા છે. એક ખાસ પ્રકારના જમ્બો મોબાઈલ ડિવાઇસમાં એકસાથે ચાર સિમકાર્ડનો ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ ગોંડલના ભોજપરામાં ભેળસેળવાળા તેલનો ખેલ! મુરલીધર પ્રોટિન્સમાં SOGના દરોડા, માલિક સામે કાર્યવાહી
આ ઉપરાંત, NCERT પોર્ટલ પર પણ આ નેટવર્ક સાથે સંબંધિત આશરે ચાર ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે બંને આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા સિમકાર્ડ, OTP, માલવેર, ફેક પ્રોફાઇલ અને વિદેશમાં બેઠેલા ઠગો વચ્ચેના કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.