ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલની રાઉન્ડ ટેબલ બેઠક! સેમિકન્ડક્ટર, AI સહિતના સેક્ટરના અગ્રણીઓ સાથે ચર્ચા

photo-story

7 ફોટો ગેલેરી

ગુજરાત / અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલની રાઉન્ડ ટેબલ બેઠક! સેમિકન્ડક્ટર, AI સહિતના સેક્ટરના અગ્રણીઓ સાથે ચર્ચા

Last Updated: 03:29 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના બીજા દિવસે સાન ફ્રાંસિસ્કોમાં સેમિકન્ડક્ટર, AI, ડીપ-ટેક, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ. મુખ્યમંત્રીએ ગુજરાતને અદ્યતન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનાવવા માટે અમેરિકાની કંપનીઓને રોકાણ અને સહકાર માટે આમંત્રણ આપ્યું.

1/7

photoStories-logo

1. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાઉન્ડ ટેબલ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે સાન ફ્રાંસિસ્કોમાં સેમિકન્ડક્ટર, ડીપ-ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રની અગ્રણી વૈશ્વિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ગુજરાતને ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેક્નોલોજી હબ તરીકે વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યમાં રોકાણ, સહયોગ અને ટેક્નોલોજી આધારિત વિકાસની નવી તકોમાં સહભાગી થવા અમેરિકાના ઉદ્યોગજગતને આમંત્રણ આપ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એનાલોગ ડિવાઈસીસ સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ચર્ચા

એનાલોગ ડિવાઈસીસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ સાથેની બેઠકમાં વેફર ફેબ્રિકેશન સુવિધાઓ માટે અવિરત વીજ પુરવઠો, અત્યંત સ્થિર માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક સ્તરની ઉત્પાદન પરિસ્થિતિના મહત્વ અંગે ચર્ચા થઈ હતી. કંપનીએ ભારતમાં ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રે રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી બેકઅપ, સ્કિલ્ડ વર્કફોર્સ અને સેમિકન્ડક્ટર-કેન્દ્રિત વિવિધ પહેલોને ગ્લોબલ ઇન્ડસ્ટ્રી નેટવર્ક સાથે જોડાવા કંપનીઓને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એનાલોગ ડિવાઈસ રાજ્યમાં 300થી વધુ પ્રોફેશનલ્સ સાથે ટાટા ઈલેક્ટ્રોનિક્સના સહયોગમાં એડવાન્સ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં યોગદાન આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. TDK વેન્ચર્સ સાથે સ્ટાર્ટઅપ અને ડીપ-ટેક અંગે ચર્ચા

મુખ્યમંત્રીશ્રીએ TDK વેન્ચર્સના પ્રેસિડેન્ટ શ્રી નિકોલસ સોવેજ સાથે પણ વન ટુ વન બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના સ્ટાર્ટઅપ, યુનિવર્સિટી, કોર્પોરેટ અને R&D સંસ્થાઓ સાથે સહકારની તકો અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર ટેક્નોલોજી, અદ્યતન મટીરિયલ્સ, AI આધારિત સોલ્યુશન્સ અને ડીપ-ટેકના વ્યાપારીકરણ ક્ષેત્રે ભાગીદારીની શક્યતાઓ પર ભાર મૂકાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વાધવાણી ફાઉન્ડેશન સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર

વાધવાણી ફાઉન્ડેશનના ચેરમેન અને ફાઉન્ડર શ્રી રોમેશ વાધવાણી સાથે મુખ્યમંત્રીશ્રી સહિતના પ્રતિનિધિમંડળે બેઠક યોજી હતી. તેમાં સ્કિલ ડેવલપમેન્ટ, ઉદ્યોગોને અનુરૂપ તાલીમ, એન્ટરપ્રિન્યોરશિપ, ઇનોવેશન અને રિસર્ચ કોમર્શિયલાઈઝેશન માટે વ્યાપક સહયોગ અંગે ચર્ચા થઈ હતી. ITI અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને એમ્પલોયર્સ સાથે વધુ અસરકારક રીતે જોડવા, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર્સને વિસ્તૃત કરવા અને રાજ્યમાં વાધવાણી ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે આગામી થોડા મહિનામાં વર્ક રોડમૅપ તૈયાર કરવા અંગે પણ સહમતી સધાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મોડ્યુટેક કોર્પોરેશન સાથે સાણંદ પ્રોજેક્ટ અંગે ચર્ચા

મુખ્યમંત્રીશ્રીએ મોડ્યુટેક કોર્પોરેશનના CEO શ્રી વિનીત શ્રીવાસ્તવ સાથે બેઠક યોજીને સેમિકન્ડક્ટર વેલ્યૂ-ચેઇન, અદ્યતન ઉત્પાદન, વેફર-ફેબ સહાયક સાધનો અને R&D સુવિધાઓની રાજ્યમાં સ્થાપના અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. સાણંદ ખાતેના પ્રોજેક્ટ માટે જમીન અને રેડી ઇન્ડસ્ટ્રીયલ શેડની જરૂરિયાત તેમજ GIFT સિટી સાથે R&D સહયોગની સંભાવનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારે જરૂરી સુવિધાઓ અને સંબંધિત સંકલનમાં જરૂરી સહયોગ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. એપ્લાઈડ મટિરીયલ્સ સાથે ઇનોવેશન અને R&D પર ચર્ચા

એપ્લાઈડ મટિરીયલ્સના CTO શ્રી ઓમ નાલામાસુ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેટ્સ, યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સ સાથે રાજ્યની ઇનોવેશન ઇકોસિસ્ટમ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન R&D, ટેલેન્ટ ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર પ્રોસેસમાં ઇનોવેશન માટે સહયોગની તકો અંગે પણ વાત થઈ હતી. કંપનીએ તેના વ્યાપક વેલ્યૂ-ચેઇન પાર્ટનર્સને ગુજરાતમાં લાવવા તેમજ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાઓ માટે જરૂરી સેમિકન્ડક્ટર-ગ્રેડ કેમિકલ્સ અને મટિરીયલ્સમાં રોકાણ અંગે રસ દર્શાવ્યો હતો. ગુજરાત પાસે મજબૂત કેમિકલ્સ પ્રોડક્શન બેઝ હોવાથી રાજ્યના સેમિકન્ડક્ટર ફેબ્સ માટે જરૂરી સ્પેશિયાલિટી કેમિકલ્સ અને મટિરીયલ્સ પૂરા પાડવાની નોંધપાત્ર ક્ષમતા હોવાની ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, એપ્લાઈડ મટિરિયલ્સ 6 દાયકા જૂની કંપની છે અને ભારતમાં બેંગલુરુ, ચેન્નાઈ તથા કોઈમ્બતૂર જેવા શહેરોમાં 10 હજારથી વધુ કર્મચારીઓ સાથે કાર્યરત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. Zscaler સાથે સાયબર સિક્યુરિટી અંગે મહત્વપૂર્ણ ચર્ચા

મુખ્યમંત્રીશ્રીએ Zscalerના ફાઉન્ડર અને CEO જય ચૌધરી સાથે વન ટુ વન બેઠક યોજી હતી. બેઠકમાં સાયબર સુરક્ષા સંશોધન કેન્દ્ર, સાયબર રિસ્ક અસેસમેન્ટ, સાયબર સિક્યુરિટી અવેરનેસ, કેપેસિટી બિલ્ડીંગ, સરકારી અધિકારીઓની તાલીમ તેમજ AIના સુરક્ષિત ઉપયોગ સંબંધિત શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ચર્ચા થઈ હતી. કંપનીએ રાજ્યના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય સરકારી અધિકારીઓ માટે સાયબર સુરક્ષાની શ્રેષ્ઠ પદ્ધતિઓનો રોડમૅપ તૈયાર કરવા અંગે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AI Technology સેમિકન્ડક્ટર ગુજરાત Semiconductor Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ