ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી સામે LCBનું ઓપરેશન, પોલીસ પર 2 રાઉન્ડ ફાયરિંગ બાદ PIએ 3 રાઉન્ડ જવાબી ફાયરિંગ કર્યું

કાર્યવાહી / અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી સામે LCBનું ઓપરેશન, પોલીસ પર 2 રાઉન્ડ ફાયરિંગ બાદ PIએ 3 રાઉન્ડ જવાબી ફાયરિંગ કર્યું

Published By: Vishal Khamar
Reported By: Rakesh Ode

Last Updated: 05:20 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલપુરના મોરડુંગરી નજીક પોશડોડાની હેરાફેરી સામે અરવલ્લી LCBની મોટી કાર્યવાહી. પોલીસ પર ફાયરિંગ બાદ જવાબી કાર્યવાહીમાં આરોપીને ઈજા થઈ અને 2 માઉઝર પિસ્તોલ મળી આવી.

ADVERTISEMENT

અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશમાં વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે. માલપુરના મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે અરવલ્લી LCBની ટીમે પણ જવાબી કાર્યવાહી કરી હતી.

LCB PI દ્વારા જવાબી કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું

મળતી માહિતી મુજબ, પોશડોડાની હેરાફેરીની બાતમીના આધારે LCBની ટીમે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ પોલીસ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા LCB PI દ્વારા જવાબી કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

એક આરોપીને પગના ભાગે ઈજા પહોંચી

જવાબી ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી લઈ તેની પાસેથી બે માઉઝર પિસ્તોલ કબજે કરી હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ અને અથડામણની સમગ્ર ઘટનામાં LCB PI, PSI અને ASIને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

એક વખત બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ફરી એક વખત બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, ગેંગ સાથે આરોપીઓના સંબંધો અને સમગ્ર નેટવર્ક અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

NDPS સંબંધિત ગુનાઓ સામે અરવલ્લી પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. એક જ સપ્તાહમાં સતત બીજી મોટી કાર્યવાહી થતાં નશીલા પદાર્થોના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અરવલ્લીમાં સામસામે ફાયરિંગ બાદ પોલીસની કડક કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરીને લઈને પોલીસ અને શંકાસ્પદ તત્વો વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ફાયરિંગ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

SP મનોહરસિંહ જાડેજાએ મુલાકાત લઈ તેમની સ્થિતિ અંગે જાણકારી

ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા PI અને PSIની પણ SP મનોહરસિંહ જાડેજાએ મુલાકાત લઈ તેમની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. ઘટનાસ્થળે પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની સાથે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

ડ્રગ્સની હેરાફેરી સામે અરવલ્લી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. હેરાફેરી કરનાર તત્વો દ્વારા અલગ-અલગ રૂટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર દેખરેખ વધારી દેવામાં આવી છે. ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં UCC કાયદા લાગૂ, લિવ-ઈનમાં જન્મેલાં બાળકો કાયદેસર ગણાશે, આ સમાજ કાયદાની જોગવાઈથી બહાર

સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો

સામસામે ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ હેરાફેરી સાથે સંકળાયેલા તત્વો સુધી પહોંચવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malpur firing Aravalli Police Mordungari operation

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ