ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં ટિકિટ બુકિંગ કૌભાંડના આક્ષેપો, ડમી નામે સીટ બુક કરી મુસાફરોને આપ્યાની ફરિયાદ
Last Updated: 12:33 PM, 2 October 2026
ADVERTISEMENT
દિવાળીના તહેવાર પહેલાં ગુજરાતથી ઉપડતી કેટલીક ટ્રેનોમાં ટિકિટ બુકિંગને લઈને કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક સીટો ડમી અથવા કથિત ખોટા નામે બુક કરવામાં આવે છે અને બાદમાં અન્ય મુસાફરોને આપવામાં આવે છે.
ADVERTISEMENT

ફરિયાદમાં અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર અને આસપાસનાં સ્ટેશનો પરથી જમ્મુ, કટરા, દિલ્હી, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરલમ તરફ જતી ટ્રેનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, કેટલાક ટૂર ઓપરેટર અને અનધિકૃત રેલવે એજન્ટો રેલવે દ્વારા કોઈ વિશેષ કોચ કે સીટ ક્વોટા ફાળવવામાં આવ્યો ન હોવા છતાં દિવાળી પેકેજના ભાગરૂપે કન્ફર્મ રેલવે ટિકિટ આપવાની ખાતરી આપી રહ્યા હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવાયું છે કે ટિકિટો અગાઉથી ડમી નામે બુક કરવામાં આવે છે અને ટ્રેન રવાના થવાના થોડા સમય પહેલાં વાસ્તવિક મુસાફરોને આપવામાં આવે છે. આક્ષેપ મુજબ, કેટલાક મુસાફરોને શરૂઆતમાં જણાવવામાં આવે છે કે તેમની બુકિંગ કન્ફર્મ થઈ શકશે નહીં, પરંતુ ત્યાર બાદ અન્ય વ્યક્તિના નામે કન્ફર્મ ટિકિટ આપવામાં આવે છે. ફરિયાદમાં મુસાફરી દરમિયાન ઓળખ ચકાસણીની પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૫થી 15 નવેમ્બર દરમિયાન કેટલીક ટ્રેનોમાં અંદાજે 110થી 120 સ્લીપર અને ૩૦થી ૪૦ એસી સીટ શંકાસ્પદ રીતે બુક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજધાની જેવી ટ્રેનોમાં આશરે 60 સીટના બલ્ક બુકિંગ અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગાંધી જયંતીએ અમદાવાદ પોલીસનું ‘નો ડ્રગ્સ’ અભિયાન શરૂ, 5 હજારથી વધુ લોકો જોડાયા
ADVERTISEMENT
રેલવે અધિકારીઓને આપવામાં આવેલી ફરિયાદમાં કેટલીક ટ્રેનોનાં નામ અને સંભવિત શંકાસ્પદ બુકિંગની વિગતોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જે ટ્રેનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સામેલ છે:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.