ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધી જયંતીએ અમદાવાદ પોલીસનું ‘નો ડ્રગ્સ’ અભિયાન શરૂ, 5 હજારથી વધુ લોકો જોડાયા

ગુજરાત / ગાંધી જયંતીએ અમદાવાદ પોલીસનું ‘નો ડ્રગ્સ’ અભિયાન શરૂ, 5 હજારથી વધુ લોકો જોડાયા

Published By: Nidhi Panchal

Last Updated: 12:22 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સના વધતા દૂષણ સામે અમદાવાદ પોલીસે ગાંધી જયંતીના દિવસે ‘નો ડ્રગ્સ’ અભિયાન શરૂ કર્યું છે. ગાંધી આશ્રમથી યોજાયેલી વોકેથોનમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, એનજીઓ અને પાંચ હજારથી વધુ નાગરિકો જોડાયા.

ADVERTISEMENT

ડ્રગ્સનું દૂષણ સમાજમાં ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે અને તેની સૌથી મોટી અસર યુવા પેઢી પર જોવા મળી રહી છે. નશાની શરૂઆત કરાવ્યા બાદ યુવાઓને ડ્રગ્સના બંધાણી બનાવીને ગેરકાયદે ધંધો કરતા લોકો પોતાનો નફો વધારતા રહ્યા છે. ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાઓને નશામુક્ત જીવન તરફ પાછા લાવવા અને નશાખોરી સામે સમાજમાં જાગૃતિ ફેલાવવા અમદાવાદ પોલીસે ગાંધી જયંતીના દિવસે વિશેષ ‘નો ડ્રગ્સ’ અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

gandhi-1

ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત વોકેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલ, સેક્ટર-૧ના જેસીપી નીરજ બડગુજર સહિત ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ સાથે એનસીસીના કેડેટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ એનજીઓના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ વોકેથોનમાં જોડાયા હતા.

પાંચ હજારથી વધુ લોકો જોડાયા

વોકેથોનમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા. ગાંધી આશ્રમથી શરૂ થયેલી વોકેથોન આરટીઓ સર્કલ સુધી પહોંચી હતી અને ત્યાંથી પરત ગાંધી આશ્રમ આવી હતી. વોકેથોન દરમિયાન નશાખોરીનાં ગંભીર પરિણામો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનોને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકસાથે નશા વિરોધી સંદેશ સાથે આગળ વધતાં સમગ્ર કાર્યક્રમમાં જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો.

gandhi-2

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે કે એસઓજી દ્વારા આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ સામેની લડાઈમાં પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી ઉપરાંત જાગૃતિને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પોલીસનો હેતુ યુવાઓમાં નશાખોરીનું પ્રમાણ વધતું અટકાવવાનો અને ડ્રગ્સના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે સમજણ ઊભી કરવાનો રહ્યો હતો.

વોકેથોન ઉપરાંત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા

ગાંધી આશ્રમ ખાતે વોકેથોન ઉપરાંત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમમાં ડ્રગ્સમુક્ત સમાજનું નિર્માણ કરવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને નશાથી દૂર રહેવા તેમજ આસપાસના લોકોમાં પણ નશા વિરોધી જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.

યુવાઓને ગ્રાહક બનાવવાની પદ્ધતિ સામે પોલીસ

ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં યુવાઓને ગ્રાહક બનાવવાની પદ્ધતિ સામે પોલીસ અને સમાજ બંને માટે પડકાર ઊભો થયો છે. નાની ઉંમરે નશાની શરૂઆત થયા બાદ અનેક યુવાઓ તેની ચુંગાલમાં ફસાઈ જતા હોય છે. નશાની લતના કારણે તેમના અભ્યાસ, નોકરી, પરિવાર અને સામાજિક જીવન પર પણ અસર થતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા વર્ગ સુધી સીધો નશા વિરોધી સંદેશ પહોંચાડવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

gandhi-3

ડ્રગ્સ માફિયાઓ માટે યુવાઓ બની રહ્યાા છે નિશાન

ડ્રગ્સના ગેરકાયદે વેપારીઓ માટે યુવાઓ મોટું નિશાન બની રહ્યા છે. શરૂઆતમાં નશીલા પદાર્થનો ઉપયોગ કરાવ્યા બાદ યુવાઓને તેની આદત લગાડવામાં આવતી હોવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. ત્યાર બાદ યુવાઓ પાસેથી સતત નાણાં મેળવવામાં આવતાં હોય છે. આ સમગ્ર ચક્રમાં યુવાઓનું ભવિષ્ય બરબાદ થવાની સાથે પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

પોલીસ અધિકારીઓ સાથે પાંચ હજારથી વધુ લોકો જોડાયા

ગાંધી આશ્રમથી શરૂ થયેલી વોકેથોનમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા. પોલીસ અધિકારીઓ, એનસીસીના કેડેટ્સ, કોલેજના વિદ્યાર્થીઓ, એનજીઓના સભ્યો અને નાગરિકોએ નશા વિરોધી અભિયાનમાં ભાગ લીધો હતો. વોકેથોન આરટીઓ સર્કલ સુધી જઈ પરત ગાંધી આશ્રમ આવી હતી. મોટી સંખ્યામાં યુવાઓ જોડાતાં ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ લોકો સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક બોગસ ડૉક્ટર પોલીસ સકંજામાં, અંકુર મહેતા ત્રણ મહિનાથી ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું

‘Drug-Free Society, Healthy Society’નો સંદેશ

ગાંધી જયંતીના દિવસે શરૂ થયેલા ‘નો ડ્રગ્સ’ અભિયાનમાં ‘Drug-Free Society, Healthy Society’ એટલે કે ‘વ્યસનમુક્ત અને સ્વસ્થ સમાજ’નો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યુવાઓને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. ડ્રગ્સ સામેની લડાઈમાં સમાજની ભાગીદારી વધે અને યુવાઓ નશાના દૂષણથી દૂર રહે તે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

No Drugs Campaign Drug Awareness Ahmedabad Police

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ