ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત, ભારતીય પાયલટે જણાવ્યું- હુમલો થયો ત્યારે કઈ ચીજથી હિમ્મત મળી
Last Updated: 12:59 PM, 2 October 2026
ADVERTISEMENT
ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી છે. આ વાતચીત દરમિયાન સ્મિત મચ્છારે તેમને ઘટનાની માહિતી આપી અને મુશ્કેલ સમયે તેમને હિંમત કેવી રીતે મળી તે પણ જણાવ્યું.પીએમ મોદીએ કેપ્ટન સ્મિતની હિંમત અને સમયસર લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. આ પહેલાં મોદીએ સ્મિતની પત્ની અને માતા-પિતા સાથે પણ વાત કરી હતી અને ભારતીય મિશન તરફથી શક્ય તમામ મદદનો ભરોસો આપ્યો હતો.
ADVERTISEMENT
30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છાર પર તેમના કો-પાઈલટે કોકપિટમાં હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી, જેના કારણે મુસાફરો અને ક્રૂના સભ્યો અંદર પહોંચી શક્યા હતા. ત્યારબાદ હુમલાખોર કો-પાઈલટને કાબૂમાં લેવામાં આવ્યો અને વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.ફ્લાઈટમાં સવાર લોકોની સંખ્યા અંગે અલગ-અલગ અહેવાલોમાં 174થી 180 સુધીના આંકડા આવ્યા છે. તાજેતરના કેટલાક અહેવાલોમાં 174 લોકોનો આંકડો આપવામાં આવ્યો છે, જ્યારે પીએમ મોદીના નિવેદનો અને કેટલાક ભારતીય અહેવાલોમાં 180 લોકોનો ઉલ્લેખ થયો છે.
ADVERTISEMENT
Indian PM Narendra Modi video calls Captain Smit Machchhar, praised his courage, composure; Says the country is praying for him after he risked his life to save others. The Indian pilot helped saved lives of over 150 people in the Fly Dubai flight from UAE to Israel
— Sidhant Sibal (@sidhant) October 2, 2026
Full Video: pic.twitter.com/bg3PvogzUP
ADVERTISEMENT
વાતચીત દરમિયાન પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના સ્વાસ્થ્ય અંગે પણ પૂછપરછ કરી. વડાપ્રધાને તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સ્મિતે પણ પોતાના અનુભવ વિશે પીએમ મોદીને માહિતી આપી અને આ સમગ્ર ઘટનામાં તેમને કઈ બાબતથી હિંમત મળી તે જણાવ્યું.આ વાતચીત દરમિયાન સ્મિત મચ્છાર ભાવુક પણ થયા હતા. અહેવાલો મુજબ તેમણે પીએમ મોદી સાથે વાત કરવાને પોતાના માટે ખાસ ક્ષણ ગણાવી હતી.
ADVERTISEMENT
પીએમ મોદી સાથેની વાતચીતમાં કેપ્ટન સ્મિત મચ્છારે જણાવ્યું કે હુમલા દરમિયાન તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ કારણે તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં ધ્યાન કેન્દ્રિત રાખવામાં અને હિંમત જાળવી રાખવામાં મદદ મળી. આ વાતચીતની વિગતો બાદ આ બાબત પણ ખાસ ચર્ચામાં આવી છે.
ADVERTISEMENT
કેપ્ટન સ્મિત મચ્છારની સ્થિતિને લઈને પીએમ મોદીએ એક દિવસ પહેલાં તેમની પત્ની અને માતા-પિતા સાથે પણ વાત કરી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મોદીએ પરિવારને ભરોસો આપ્યો હતો કે વિદેશમાં રહેલા ભારતીય મિશન સ્મિતને જરૂરી તમામ મદદ પહોંચાડી રહ્યા છે.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ સ્મિત મચ્છારને ‘હીરો’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિતે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ હિંમત અને મક્કમતા બતાવી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Flydubai વિમાનમાં હુમલા બાદ ઈરાની મીડિયાનો મોટો દાવો, નેતન્યાહૂ-બિન જાયદ પર સવાલ
હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છારને સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ભારતીય અધિકારીઓ તેમની તબિયત પર નજર રાખી રહ્યા હતા અને તેમના પરિવાર સાથે પણ સતત સંપર્કમાં હતા.આ સમગ્ર ઘટનામાં સ્મિત મચ્છારની ભૂમિકા બાદ ભારત સહિત અન્ય દેશોના નેતાઓએ પણ તેમની હિંમતની પ્રશંસા કરી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટની બહાદુરીની પ્રશંસા કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ