ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નવરાત્રીના ગરબા સ્થળો પર AMC-પોલીસનું ખાસ ફૂડ ચેકિંગ, 9 દિવસ સરપ્રાઈઝ તપાસ

ગુજરાત / અમદાવાદમાં નવરાત્રીના ગરબા સ્થળો પર AMC-પોલીસનું ખાસ ફૂડ ચેકિંગ, 9 દિવસ સરપ્રાઈઝ તપાસ

Published By: Nidhi Panchal

Last Updated: 02:04 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા સ્થળોએ ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદ AMC અને શહેર પોલીસે ખાસ અભિયાન શરૂ કર્યું છે. સાતેય ઝોનમાં ફૂડ ઈન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓની ટીમો તહેનાત રહેશે, જ્યારે ડમી ગ્રાહકો અને ઈન્સ્ટન્ટ ફૂડ ટેસ્ટિંગ કિટથી પણ ખાદ્ય ચીજોની તપાસ કરવામાં આવશે.

ADVERTISEMENT

નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાનાં આયોજનોમાં ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને શહેર પોલીસે સંયુક્ત રીતે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ગરબા સ્થળો, ફૂડ સ્ટોલ, રેસ્ટોરાં અને મોડી રાત સુધી ખુલ્લી રહેતી નાસ્તાની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવશે.

garrrba

AMC કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં પાંચ ફૂડ ઈન્સ્પેક્ટર રહેશે અને તેમની સાથે પોલીસ કર્મચારીઓ પણ જોડાશે. ગરબા સ્થળો ઉપરાંત રેસ્ટોરાં અને નાસ્તાની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવશે. ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાની ચીજો વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

AMCની ટીમ સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે AMCની ટીમ સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે, જેથી ફૂડ ચેકિંગની કામગીરી સરળતાથી થઈ શકે. આ ઉપરાંત ટીમો દ્વારા ડમી ગ્રાહકો મોકલીને સ્ટોલ પરની ખાદ્ય ચીજોની ગુણવત્તા પણ તપાસવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ માત્ર ગરબા સ્થળો પૂરતી મર્યાદિત નહીં રહે. પ્રીમિયમ ગરબા આયોજનોની આસપાસના સ્ટોલ, રસ્તા પરની નાસ્તાની દુકાનો અને ગરબા બાદ મોડી રાત સુધી ચાલતાં ફૂડ આઉટલેટ્સ પણ તપાસના દાયરામાં રહેશે.

  • નવ દિવસની ફૂડ વોચ માટે ખાસ ટીમો તહેનાત રહેશે
  • એએમસીના સાતેય ઝોનમાં ફૂડ ઈન્સ્પેક્ટરની ટીમ તહેનાત રહેશે
  • દરેક ટીમ સાથે ત્રણ પોલીસ કર્મચારી રહેશે
  • સ્થળ પર જ તપાસ માટે ઈન્સ્ટન્ટ ફૂડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ થશે
  • ગરબા સ્થળો અને ફૂડ સ્ટોલની ચકાસણી કરાશે
  • રેસ્ટોરાં અને નાસ્તાની દુકાનો પણ તપાસ હેઠળ રહેશે
  • મોડી રાત સુધી ખુલ્લી રહેતી દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ થશે
  • ડમી ગ્રાહકો દ્વારા ખાદ્ય ચીજોની ખરીદી કરી ગુણવત્તાની તપાસ કરવામાં આવશે
  • ગત વર્ષે ૮૩ ગરબા સ્થળોએ તપાસ કરાઈ હતી

AMC અને પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય ચીજોના વેચાણને રોકવાનો છે. તાજેતરના દિવસોમાં એએમસીની ટીમોએ મોટી માત્રામાં શંકાસ્પદ અને હલકી ગુણવત્તાવાળી ખાદ્ય ચીજો જપ્ત કરી હતી અને નિયમોનો ભંગ કરનારા એકમો સામે કાર્યવાહી કરી હતી. ગત વર્ષે શહેરમાં ઓછામાં ઓછા ૮૩ ગરબા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ફૂડ સેફ્ટી તપાસ હાથ ધરાઈ હતી. આ વર્ષે પરવાનગી મેળવનારાં ગરબા આયોજનોની સંખ્યા વધવાની શક્યતા છે.

આ પણ વાંચો : અમદાવાદના લો ગાર્ડનના રૂ. 100 કરોડના કાયાકલ્પ સામે સવાલો, પાર્કિંગ વસૂલાત અને ગેરકાયદે શેડની ફરિયાદ

નવરાત્રીમાં પેટના રોગોથી બચવા ડોક્ટર્સની સલાહ

નવરાત્રી દરમિયાન હજારો લોકો ગરબા સ્થળો પરના સ્ટોલમાંથી ખાદ્ય ચીજો લેતા હોય છે. લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવામાં આવતો ખોરાક અને મોટી માત્રામાં તૈયાર કરાતી વાનગીઓથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે નવરાત્રી બાદ પેટ સંબંધિત તકલીફોના દર્દીઓમાં વધારો જોવા મળે છે. ફૂડ પોઈઝનિંગ, ઊલટી, ઝાડા અને ગેસ્ટ્રાઈટિસ જેવી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. તેમણે લોકોને મોડી રાતે બહારનો ખોરાક લેતી વખતે સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવા અપીલ

કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Food Safety Garba Food Checking Ahmedabad AMC

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ