ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 02:03 PM, 2 October 2026
1/8
2/8
દિવાળીના 5 દિવસીય મહાપર્વની શરૂઆત 6 નવેમ્બર 2026ના રોજ ધનતેરસથી થશે. આ દિવસે ભગવાન ધન્વંતરિ અને ધનના દેવતા કુબેરની વિશેષ પૂજા કરવામાં આવે છે. સોનું, ચાંદી, નવા વાસણો, સાવરણી અને વાહન ખરીદવા માટે ધનતેરસનો દિવસ શુભ માનવામાં આવે છે.ધનતેરસની સાંજે યમરાજના નામે યમદીપનું દાન કરવાની પણ પરંપરા છે.માન્યતા છે કે આ દિવસે યમદીપ પ્રગટાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
ADVERTISEMENT
3/8
7 નવેમ્બર 2026ના રોજ નરક ચતુર્દશી એટલે કે નાની દિવાળી, રૂપ ચૌદસ અને કાળી ચૌદસ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યોદય પહેલાં તલના તેલથી અભ્યંગ સ્નાન અને ઉબટન કરવાની પરંપરા છે.સાંજે ઘરના મુખ્ય દરવાજા સહિત કચરા કે ગંદકીવાળા સ્થળે દીવા પ્રગટાવવાની પરંપરા છે.ધાર્મિક માન્યતા મુજબ આ રીતે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.આ દિવસને સુંદરતા અને સ્વાસ્થ્ય સાથે પણ જોડવામાં આવે છે.
4/8
8 નવેમ્બર 2026ના રોજ મુખ્ય દિવાળી ઉજવાશે.કારતક અમાસની રાત્રે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે.આ દિવસે સાંજે પ્રદોષ કાળ અને સ્થિર લગ્નમાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દિવાળીને પ્રકાશના પર્વ તરીકે ઉજવવાની પરંપરા ચાલી આવે છે.
ADVERTISEMENT
5/8
10 નવેમ્બર 2026ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો તહેવાર ઉજવવામાં આવશે.કારતક સુદ એકમના દિવસે ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતનું પ્રતિક બનાવી તેની પૂજા કરવાની પરંપરા છે.આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ અથવા અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ગોવર્ધન પૂજાનો તહેવાર પ્રકૃતિ અને પશુધન પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સંદેશ પણ આપે છે.
6/8
દિવાળીના 5 દિવસીય મહાપર્વનું સમાપન 11 નવેમ્બર 2026ના રોજ ભાઈ બીજ એટલે કે યમ દ્વિતીયા સાથે થશે.આ દિવસે બહેનો પોતાના ભાઈના કપાળે તિલક કરીને તેની લાંબી ઉંમર, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.પૌરાણિક માન્યતા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરવા ગયા હતા. તેથી ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરે તો અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે તેવી માન્યતા છે.
ADVERTISEMENT
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ