ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:05 PM, 2 October 2026
ADVERTISEMENT
‘દૃશ્યમ’ ભારતીય સિનેમાની એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝ છે, જેની કહાનીને અલગ-અલગ ભાષાઓમાં બનાવવામાં આવી છે. હવે અજય દેવગનની ‘દૃશ્યમ 3’ એટલે કે ‘દૃશ્યમ: ધ કન્ક્લૂઝન’ 2 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે અને આ હિન્દી ફ્રેન્ચાઈઝીનો અંતિમ ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે.છેલ્લા 11 વર્ષથી વિજય સાળગાંવકર અને તેના પરિવારની આસપાસ ફરતી આ કહાનીમાં ફરી એકવાર મોટો ખતરો ઊભો થયો છે. સવાલ એ છે કે શું અજય દેવગનની ‘દૃશ્યમ 3’ પણ તેના અગાઉના બંને ભાગની જેમ સસ્પેન્સ અને ટ્વિસ્ટથી ભરપૂર છે? વાંચો ફિલ્મનો રિવ્યૂ.
ADVERTISEMENT
ભારતીય સિનેમામાં ‘દૃશ્યમ’ એક એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝ બની ગઈ છે જેને અનેક ભાષાઓમાં બનાવવામાં આવી છે. તેની શરૂઆત મલયાલમ ફિલ્મથી થઈ હતી અને ત્યારબાદ હિન્દીમાં અજય દેવગન સાથે આ ફ્રેન્ચાઈઝને મોટી સફળતા મળી. 11 વર્ષ પહેલાં ‘દૃશ્યમ’નો પહેલો ભાગ આવ્યો હતો અને હવે 2 ઓક્ટોબરે તેનો ત્રીજો તથા હિન્દીનો અંતિમ ભાગ રિલીઝ થયો છે.છેલ્લા 11 વર્ષમાં દર્શકોએ જોયું છે કે વિજય સાળગાંવકર અને તેના પરિવારની પાછળ મીરા અને મહેશ દેશમુખ કેવી રીતે પડ્યા છે. તેમના પુત્ર સેમના મોતનો બદલો લેવા માટે તેઓ અનેક પ્રયાસ કરે છે. જોકે વિજય દરેક વખતે તેમની ચાલ કરતાં બે ડગલાં આગળ નીકળી જાય છે. ‘દૃશ્યમ’ સિરીઝની સૌથી મોટી ખાસિયત તેનો સસ્પેન્સ અને અનપ્રીડિક્ટેબલ ટ્વિસ્ટ રહ્યો છે. હવે ત્રીજા ભાગમાં પણ આ જ મજા જોવા મળે છે કે નહીં તે ફિલ્મ જોયા પછી જ ખબર પડે છે.
ADVERTISEMENT
વિજય સાળગાંવકર ફરી એકવાર પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન જીવવા માંગે છે. પરંતુ આ વખતે મીરાનો પતિ મહેશ પોતાના પુત્રના મોતનો બદલો લેવા માટે વિજયને કોર્ટ સુધી ખેંચી જાય છે. મહેશની ઈચ્છા છે કે વિજયના આખા પરિવારને જેલમાં મોકલવામાં આવે, જેથી તેને સંતોષ મળે.આ કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચના એસપી રાજવીર સિંહ તોમરને લાવવામાં આવે છે. જયદીપ અહલાવતનું પાત્ર રાજવીર સિંહ તોમર વિજય અને તેના પરિવાર સામે તપાસ શરૂ કરે છે. આ કેસમાં દેશના જાણીતા વકીલ ઇન્દ્રજીત શેટ્ટી એટલે કે પ્રકાશ રાજ પણ જોડાય છે.
ADVERTISEMENT
આ વખતે પોલીસ પાસે વિજય વિરુદ્ધ એક નહીં પરંતુ બે મહત્વના પુરાવા છે. પહેલો પુરાવો ચર્ચની બહાર ડેડબોડી દફન કરનાર સેવિયો સાથે જોડાયેલો છે. બીજો પુરાવો ફોરેન્સિક વિભાગના ગાર્ડ સાથે સંબંધિત છે. આ બંને વ્યક્તિઓએ સેમના કંકાલની અદલાબદલીમાં વિજયને મદદ કરી હતી. આટલા મજબૂત પુરાવા સામે આવ્યા બાદ શું વિજય અને તેનો પરિવાર ફરી બચી શકશે કે આ વખતે તેનું આખું પ્લાનિંગ નિષ્ફળ જશે? ફિલ્મની કહાની આ જ સવાલની આસપાસ આગળ વધે છે.

ADVERTISEMENT
મલયાલમની ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઈઝમાં મોહનલાલની ફિલ્મ જોઈ ચૂકેલા દર્શકો માટે હિન્દીની ‘દૃશ્યમ 3’ ખાસ છે. મલયાલમની ત્રીજી ફિલ્મને ફ્રેન્ચાઈઝીની નબળી ફિલ્મોમાંથી એક ગણાવવામાં આવી હતી. તેમાં જ્યોર્જકુટ્ટીની કહાની સસ્પેન્સ-થ્રિલર કરતાં વધુ ફેમિલી ડ્રામા જેવી લાગી હતી અને ફિલ્મમાં દર્શકોને સતત સીટ સાથે જકડી રાખે તેવો ખાસ હુક જોવા મળ્યો નહોતો.પરંતુ અજય દેવગનની ‘દૃશ્યમ 3’ની કહાની મલયાલમની ફિલ્મથી અલગ છે. આ ફિલ્મ કોઈ સીધી રિમેક નથી. ડિરેક્ટર અભિષેક પાઠકે પોતાની રાઇટર્સ ટીમ સાથે મળીને કહાનીને અલગ રીતે તૈયાર કરી છે.
ADVERTISEMENT
‘દૃશ્યમ’ની ખાસિયત અનપ્રીડિક્ટેબલ પ્લોટ અને ટ્વિસ્ટ છે અને ત્રીજા ભાગમાં પણ આ બાબત જાળવી રાખવામાં આવી છે. ફિલ્મનો પહેલો હાફ કહાનીનો બેઝ તૈયાર કરે છે, જ્યારે સેકન્ડ હાફ તેને યોગ્ય રીતે કન્ક્લૂડ કરે છે. ફિલ્મમાં કેટલાક એવા ટ્વિસ્ટ જોવા મળે છે, જેની દર્શકોએ કલ્પના પણ નહીં કરી હોય.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રિલીઝ પહેલાં જ સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’ની ટ્રિપલ સેન્ચુરી, 300 કરોડમાં વેચાયા થિયેટ્રિકલ રાઇટ્સ
‘દૃશ્યમ 3’ કોઈ મસાલા ફિલ્મ નથી, પરંતુ ડિરેક્ટરે તેમાં કેટલાક એવા સીન અને મોમેન્ટ્સ રાખ્યા છે જે ફિલ્મને વધુ અસરકારક બનાવે છે. તેમ છતાં તેની સૌથી મોટી નબળાઈ એ છે કે દર્શકોને તેમાં કંઈક સંપૂર્ણ નવું કે ખૂબ અલગ જોવા મળતું નથી.કેટલાક સમયે એવું લાગે છે કે જાણે ‘દૃશ્યમ 2’ની જ કહાનીને નવા સ્વરૂપમાં આગળ વધારવામાં આવી રહી છે. હકીકતમાં ‘દૃશ્યમ’ની મૂળ કહાની પહેલા કે બીજા ભાગમાં જ પૂરી થઈ ગઈ હતી. આ કારણે ત્રીજા ભાગના કેટલાક હિસ્સા એવા પણ લાગે છે કે કહાનીને માત્ર આગળ ખેંચવા માટે ઉમેરવામાં આવ્યા છે.સ્ટેટ વર્સેસ ફેમિલીની આ લડાઈ જોવામાં રસપ્રદ છે અને તેમાં સસ્પેન્સ પણ છે, પરંતુ કેટલાક ભાગો વધુ ટૂંકા અને અસરકારક રીતે પૂરા કરી શકાયા હોત.
વિજય સાળગાંવકરના રોલમાં અજય દેવગન ફરી એકવાર પોતાની અસર છોડે છે. તેમની એક્ટિંગ તેમની અગાઉની કેટલીક ફિલ્મોની યાદ અપાવે છે પરંતુ વિજયના પાત્રમાં તેઓ ફરી એકવાર સારી પકડ બતાવે છે.અજય દેવગનને ઇશિતા દત્તા, શ્રિયા સરન અને મૃણાલ જાધવનો પણ સારો સાથ મળ્યો છે. ખાસ કરીને શ્રિયા સરનના પાત્ર પાસે આ વખતે કરવા માટે વધુ વસ્તુઓ છે અને તેમણે પોતાના રોલને યોગ્ય રીતે નિભાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ