ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો, શિક્ષકે 14 વર્ષની સગીરાને પીંખી નાખી
Last Updated: 02:08 PM, 2 October 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાની માતાએ રાજકોટની સરકારી મધર ટેરેસા સ્કૂલ નંબર-88માં અગાઉ ગણિત વિષય ભણાવતા શિક્ષક મોહિત ટાંક સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદના આધારે તાલુકા પોલીસે દુષ્કર્મ અને POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
દીકરીના વર્તનમાં બદલાવ દેખાતાં માતાએ પૂછપરછ કરી
ફરિયાદ મુજબ સગીરા અગાઉ વર્ષ 2023થી 2026 દરમિયાન મધર ટેરેસા સ્કૂલ નંબર-88માં ધોરણ-6થી 8 સુધી અભ્યાસ કરતી હતી. હાલ તે ધોરણ-9માં અન્ય શાળામાં અભ્યાસ કરે છે.23 સપ્ટેમ્બર, 2026ના રોજ સગીરા ગુમસુમ અને ગભરાયેલી જણાતાં તેની માતાએ હિંમત આપી પૂછપરછ કરી હતી. આ દરમિયાન સગીરાએ અગાઉ બનેલી ઘટનાઓ અંગે માતાને જાણ કરી હતી.
ADVERTISEMENT
'પાસ કરાવી દઈશ' કહી નજીક આવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ
સગીરાના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026 દરમિયાન ગણિતનો પિરિયડ લેવા આવતા શિક્ષકે તેને સારા માર્ક્સ અપાવી પાસ કરાવવાની વાત કરી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે ત્યારબાદ વર્ગમાં કોઈ હાજર ન હોય ત્યારે શિક્ષક તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા.
ADVERTISEMENT
સગીરાએ વિરોધ કરતાં તેને ગણિતમાં નાપાસ કરવાની તેમજ અભ્યાસમાં આગળ વધવા નહીં દેવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ કારણે ડરી ગયેલી સગીરા કોઈને આ અંગે જણાવી શકી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બુક ભૂલી ગયાનું કહેવા દબાણ કરી ફ્લેટ પર લઈ ગયાનો આક્ષેપ
ADVERTISEMENT
ફરિયાદ મુજબ 9 જાન્યુઆરી, 2026ના રોજ સવારે સગીરા શાળાએ પહોંચી ત્યારે શિક્ષકે તેને પોતાની સાથે ઘરે આવવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં શિક્ષકે તેનું બેગ ખેંચી તેને ધમકી આપી હોવાનું જણાવાયું છે.
આક્ષેપ મુજબ શિક્ષકે સગીરાને કારમાં બેસાડી મવડી રોડ વિસ્તારના એક ફ્લેટ પર લઈ ગયા હતા. ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સગીરાને શાળાની નજીક ઉતારી દેવાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ADVERTISEMENT
પોલીસ તપાસ શરૂ, આરોપીની ધરપકડ માટે કાર્યવાહી
સગીરાની માતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે શિક્ષક મોહિત ટાંક સામે દુષ્કર્મ અને POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગાંધીજી અને સ્વતંત્રતા આંદોલનની ઐતિહાસિક ધરોહરને હેરિટેજ સ્ટેટસનું કવચ, 382 ઈમારતોને સંરક્ષણ
48 કલાક જેલમાં રહે તો સસ્પેન્શનની કાર્યવાહી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું હતું કે પોલીસ તરફથી ફરિયાદની નકલ મળ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, શિક્ષકની ધરપકડ થાય અને તેઓ 48 કલાક જેલમાં રહે તો તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.