ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગાંધીજી અને સ્વતંત્રતા આંદોલનની ઐતિહાસિક ધરોહરને હેરિટેજ સ્ટેટસનું કવચ, 382 ઈમારતોને સંરક્ષણ

ગુજરાત / અમદાવાદમાં ગાંધીજી અને સ્વતંત્રતા આંદોલનની ઐતિહાસિક ધરોહરને હેરિટેજ સ્ટેટસનું કવચ, 382 ઈમારતોને સંરક્ષણ

Published By: Nidhi Panchal

Last Updated: 12:42 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાત્મા ગાંધીની જન્મજયંતી પૂર્વે અમદાવાદની ગાંધીજી અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી ઐતિહાસિક ધરોહરને સંરક્ષણ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. AMC દ્વારા કોટ વિસ્તાર બહાર આવેલી 382 ઈમારતોને હેરિટેજ સ્ટેટસ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં ગાંધી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રેસ સહિતની મહત્ત્વપૂર્ણ જગ્યાઓ સામેલ છે.

ADVERTISEMENT

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી પૂર્વે અમદાવાદની ગાંધીજી અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી અનેક ઐતિહાસિક ધરોહરને હવે સંરક્ષણનું કવચ મળવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

heritage

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરના કોટ વિસ્તાર બહાર આવેલી ૩૮૨ ઈમારતને હેરિટેજ સ્ટેટસ આપવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં ગાંધીજી અને સ્વતંત્રતા ચળવળ સાથે સીધો સંબંધ ધરાવતી ૧૦થી વધુ મહત્ત્વપૂર્ણ જગ્યાનો પણ સમાવેશ થાય છે. AMCની હેરિટેજ એન્ડ રિક્રિએશનલ કમિટીએ ૨૪ ઓગસ્ટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, ત્યાર બાદ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવ્યો હતો. હવે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવવામાં આવશે.

ગાંધી વારસાની મહત્ત્વપૂર્ણ યાદીમાં સામેલ સ્થળ

  • હેરિટેજ સ્ટેટસ માટે પ્રસ્તાવિત સ્થળોમાં સામેલ છે:
  • દાંડી બ્રિજ, વાડજ
  • ગુજરાત વિદ્યાપીઠ અને રણજિત નિવાસ હોસ્ટેલ, ઉસ્માનપુરા
  • સર્કિટ હાઉસ, શાહીબાગ
  • સત્યાગ્રહ આશ્રમ, કોચરબ
  • હૃદયકુંજ, ગાંધી આશ્રમ, સાબરમતી
  • વિનોબા અને મીરાં કુટિર, ગાંધી આશ્રમ
  • મગન નિવાસ, ગાંધી આશ્રમ
  • નંદિની કુટિર, ગાંધી આશ્રમ
  • પીટીસી કોલેજ અને હોસ્ટેલ, ગાંધી આશ્રમ
  • મંગલ મંદિર, ગાંધી આશ્રમની સામે
  • બાલ વિદ્યા મંદિર, ગાંધી આશ્રમની સામે
  • આશ્રમ સ્કૂલ, ગાંધી આશ્રમની સામે
  • નવજીવન પ્રેસ બિલ્ડિંગ, આશ્રમ રોડ
  • ગુજરાત વિદ્યાપીઠને પણ મળશે સંરક્ષણ

આ પણ વાંચો : દિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં ટિકિટ બુકિંગ કૌભાંડના આક્ષેપો, ડમી નામે સીટ બુક કરી મુસાફરોને આપ્યાની ફરિયાદ

આ યાદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઉમેરાયેલાં નામમાં એક છે, ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના મહાત્મા ગાંધીજીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦ના રોજ કરી હતી. આ ઉપરાંત નવજીવન પ્રેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું પુસ્તક સ્વરૂપે પ્રકાશન ૨૯ નવેમ્બર, ૧૯૨૫ના રોજ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhi Heritage Ahmedabad Heritage Heritage Conservation

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ