ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીનું અરજણસુખ ગામ સિંહણ માટે બન્યું હોટસ્પોટ, પાંચ વખત હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
Last Updated: 02:28 PM, 2 October 2026
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના અરજણસુખ ગામમાં સિંહણના સતત હુમલાઓને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. રાત્રી દરમિયાન સિંહણે બે રાહદારીઓ અને બે ખેડૂતો બાદ વનવિભાગના કર્મચારી પર પણ હુમલો કરતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. એક બાદ એક પાંચ હુમલાની ઘટનાઓ સામે આવતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ADVERTISEMENT
સિંહણના હુમલાના પગલે અરજણસુખ ગામની શેરીઓ સુમસામ જોવા મળી રહી છે. ખેતરમાં રખોપું કરતા ખેડૂતો અને મજૂરો પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેતરની ઓરડીઓમાં આશરો લઈ રહ્યા છે. સીમ વિસ્તારમાં રહેલા અનેક લોકો પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રીતે ગામમાં પરત ફર્યા છે.

ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમો અરજણસુખ ગામે પહોંચી ગઈ છે. સિંહણને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી પાંજરે પૂરવા માટે વોચ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શેત્રુંજી વનવિભાગનો સ્ટાફ પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયો છે અને સિંહણની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
સતત હુમલાઓને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે સિંહણને તાત્કાલિક રેસ્ક્યૂ કરી પાંજરે પૂરવામાં આવે, જેથી લોકો અને ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
ADVERTISEMENT

અરજણસુખ ગામ કાયદા મંત્રી કૌશિક વેકરિયાના મતવિસ્તારમાં આવતું હોવાથી તેમણે પણ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો હોવાનું જાણવા મળે છે. ગાંધીનગર સુધી અધિકારીઓ સાથે વાતચીત કરી સિંહણને ઝડપી પકડવા માટે તાત્કાલિક ટીમો તૈનાત કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો, શિક્ષકે 14 વર્ષની સગીરાને પીંખી નાખી
હાલ વનવિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ટીમો દ્વારા સર્ચ અને વોચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સિંહણ પકડાય ત્યાં સુધી ગ્રામજનોને સાવચેતી રાખવા અને સીમ વિસ્તારમાં એકલા ન જવા અપીલ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.