ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દૃશ્યમના વિજય સલગાંવકરનું અસલી ઠેકાણો જોયું? શાનદાર ઈન્ટીરિયર, 'શિવશક્તિ'ની કિંમત જાણી આંખો ફાટી જશે
7 ફોટો ગેલેરી
Last Updated: 01:56 PM, 2 October 2026
1/7
અજય દેવગને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુનો લાંબો સફર પૂરો કર્યો છે. જેમાં સોથી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અજય મુંબઈમાં જ પલવરાયા છે અને આજે પત્ની કાજોલ, દીકરી ન્યાસા અને પુત્ર યુગ સાથે જુહુની પોશ લોકેશનમાં આલીશાન જીવન જીવી રહ્યા છે. તેમનો આ બંગલો ‘શિવશક્તિ’ના નામે ઓળખાય છે અને તેની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવાય છે.
2/7
ADVERTISEMENT
3/7
ઘરમાં પગ મૂકતાં જ ગ્રાન્ડ એન્ટ્રન્સ નજરે ચડે છે. જેમાં પથ્થરોથી સજાવેલો આ ભાગ મહેલ જેવો રોયલ ટચ આપે છે. આં સાથે વાર્મનેસ પણ ફિલ થાય છે. આગળ વધતાં સુંદર સ્પાયરલ સીડીઓ દેખાય છે જે ઘરની સૌથી ખાસ વસ્તુઓમાંની એક છે. સફેદ અને ચમકદાર માર્બલ ફ્લોરિંગ આ ભાગની સુંદરતા વધારે છે.
4/7
કાજોલના મનપસંદ ફોટો કોર્નરમાંથી એક આ લાકડાની સ્પાયરલ સીડી છે. તેની પાછળ અનેક અંડાકાર આકારની લાઇટ્સ લગાવવામાં આવી છે. જેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સીડીઓ વચ્ચે પાણીના ટીપાં પડતા હોય તેવો અહેસાસ થાય છે. કાજોલને આ બેકડ્રોપ સામે ફોટા ખેંચાવવાનું ખૂબ ગમે છે.
ADVERTISEMENT
5/7
લિવિંગ એરિયા પણ એટલું જ શાનદાર છે. સફેદ રંગથી સજાયેલા આ ભાગમાં સોફા અને મોટું ટીવી છે. અહીં અજય અને કાજોલને મળેલા એવોર્ડ્સ પણ જોવા મળે છે જે ઘરમાં સ્ટારડમની છાપ છોડે છે. બાલ્કની ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલી છે, જ્યાં ચાની ચૂસ્કી સાથે પુસ્તક વાંચવું કે પરિવાર સાથે સુકૂનનો સમય પસાર કરવા માટે પરફેક્ટ જગ્યા છે.
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ