ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ફ્લાઇટ FZ1073ના કોકપીટમાં કેપ્ટન પર હુમલો, વિમાન ક્રેશ કરવાના પ્રયાસનો આરોપ, સાઉદીએ ઓમાની કો-પાયલટને UAEને સોંપ્યો
Last Updated: 07:02 AM, 2 October 2026
ADVERTISEMENT
વિમાન આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ હતું અને મુસાફરો પોતાની મુસાફરીમાં વ્યસ્ત હતા. પરંતુ અચાનક કોકપીટની અંદર એવી સ્થિતિ સર્જાઈ કે સમગ્ર ફ્લાઇટને પોતાનો માર્ગ બદલવો પડ્યો. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી flydubai ફ્લાઇટ FZ1073માં કેપ્ટન અને કો-પાયલટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે કો-પાયલટે કેપ્ટન પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તાબુક શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT

આ સમગ્ર ઘટનામાં સાઉદી અરેબિયાએ હવે ઓમાની કો-પાયલટને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અધિકારીઓને સોંપી દીધો છે. આ મામલે UAE દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોકપીટમાં ખરેખર શું બન્યું હતું અને શું કો-પાયલટે જાણી જોઈને વિમાનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાનો અથવા વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના flydubaiની ફ્લાઇટ FZ1073 સાથે સંબંધિત છે, જે દુબઈથી તેલ અવીવ જઈ રહેલા મુસાફરોને લઈને ઉડી હતી. બુધવારે ફ્લાઇટ દરમિયાન કોકપીટમાં બંને પાયલોટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કેપ્ટન સ્મિત માછર ઘાયલ થયા હતા. એવો આરોપ છે કે ઓમાની કો-પાયલોટે કેપ્ટન પર હુમલો કર્યો હતો. ઘટના બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિમાનને સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળવામાં આવ્યું હતું. તાબુકમાં વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થયા બાદ સાઉદી અરેબિયાના અધિકારીઓએ ઓમાની કો-પાયલટની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી.
ADVERTISEMENT
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સહ-પાયલોટે ફ્લાઇટ દરમિયાન કેપ્ટન પર હુમલો કર્યો હતો. આ પ્રાથમિક તપાસ UAEની સુરક્ષા ટીમો સાથે મળીને હાથ ધરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘટનામાં બંને પાયલોટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તબીબી રીતે મંજૂરી મળ્યા બાદ બંને પાયલોટ ગુરુવારે સવારે અબુ ધાબી જવા રવાના થયા હતા. બાદમાં સાઉદી અધિકારીઓએ ઓમાની કો-પાયલટને UAEના અધિકારીઓને સોંપી દીધો હતો. હવે UAEની તપાસ એજન્સીઓ આ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
UAEએ આ ઘટનાને ગંભીરતાથી લેતા પોતાની તપાસ શરૂ કરી છે. ન્યાયિક એજન્સીઓ કોકપીટમાં થયેલા ઝઘડાની સમગ્ર પરિસ્થિતિની તપાસ કરશે. સાથે જ વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ શા માટે કરવું પડ્યું અને કોકપીટમાં બનેલી ઘટનાની ફ્લાઇટ પર કેવી અસર થઈ તેની પણ તપાસ કરવામાં આવશે. UAEના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે. ન્યાયિક અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ ઘટનામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત માછરની ભારતીય દૂતાવાસ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, UAEમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલમાં કેપ્ટન માછર અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. દૂતાવાસે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે કેપ્ટનની તબિયત સારી છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. કેપ્ટનને યોગ્ય સારવાર અને જરૂરી સંભાળ સતત મળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પિકનિક બની મોતની સફર! દરિયાએ 8 વિદ્યાર્થીઓને ભરખી લીધા
હાલમાં તપાસ એજન્સીઓનું મુખ્ય ધ્યાન કોકપીટમાં બનેલી ઘટનાની ચોક્કસ હકીકત જાણવા પર છે. ખાસ કરીને કો-પાયલોટ અને કેપ્ટન વચ્ચે વિવાદ કયા કારણોસર થયો, હુમલાની પરિસ્થિતિ શું હતી અને શું કો-પાયલોટે જાણી જોઈને વિમાનનો કંટ્રોલ લેવાનો અથવા તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો