ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 02:09 PM, 2 October 2026
1/6
હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનો સમય ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ સોળ દિવસ દરમિયાન લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન, શ્રાદ્ધએવી અને તર્પણ કરે છે. માન્યતા છે કે આ ખાસ સમયમાં પિતૃઓ પૃથ્વી લોક પર પોતાના પરિવારજનો પાસે આવે છે. આથી જો સૂતા સમયે સ્વપ્નમાં અચાનક તમારા પૂર્વજો દેખાય તો તે માત્ર સંયોગ નથી. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર તેમની સ્થિતિ, વર્તન અને હાવભાવ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે.
2/6
ADVERTISEMENT
3/6
તેનાથી ઊંઘું જો સ્વપ્નમાં પિતૃઓ રડતા કે ખૂબ દુઃખી દેખાય તો તે સારું નથી માનવામાં આવતું. આવું સ્વપ્ન આગામી સમયમાં કોઈ મુશ્કેલી, પરેશાની કે પિતૃઓની અસંતુષ્ટિ તરફ ઇશારો કરે છે. કદાચ તેમની કોઈ અંતિમ ઇચ્છા અધૂરી હોય કે વિધિ-વિધાનથી સ્મરણ ન કરવાને કારણે તેઓ નારાજ હોય. આવા સમયે તેમની શાંતિ માટે વિશેષ પૂજા-પાઠ અને દાન-પુણ્ય કરવું જોઈએ.
4/6
જો સ્વપ્નમાં પૂર્વજો તમારી પાસેથી ખાવા કે પીવાની માંગ કરતા દેખાય તો તે ખૂબ મહત્વનો સંકેત છે. મતલબ કે પિતૃઓ તમારી પાસેથી શ્રાદ્ધ કર્મ અને તર્પણની અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષના દિવસોમાં સાચા મનથી તેમના નામે તર્પણ કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો અને પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન આપો.
ADVERTISEMENT
5/6
અમુકવાર લોકો એવું સ્વપ્ન જુએ છે જેમાં તેઓ મૃત પરિવારજન કે પૂર્વજ સાથે સામસામે બેસીને વાત કરી રહ્યા હોય. જેમાં સ્વપ્ન શાસ્ત્ર મુજબ આવું સ્વપ્ન ભવિષ્યમાં આવનારી કોઈ અડચણ કે પડકારનો સંકેત હોઈ શકે છે. જેમાં ગભરાવાને બદલે પિતૃઓનું સ્મરણ કરીને તેમના નિમિત્તે દાન અને તર્પણ કરવું શુભ રહે છે જેથી ઘરની બાધાઓ દૂર થાય.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ