ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પૂર્વ અમદાવાદના SP રિંગ રોડની હાલત બેહાલ, તૂટેલા સર્વિસ રોડ, દબાણો અને અધૂરા સિક્સ-લેન કામથી વાહનચાલકો પરેશાન

ગુજરાત / પૂર્વ અમદાવાદના SP રિંગ રોડની હાલત બેહાલ, તૂટેલા સર્વિસ રોડ, દબાણો અને અધૂરા સિક્સ-લેન કામથી વાહનચાલકો પરેશાન

Published By: Nidhi Panchal

Last Updated: 02:22 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ અમદાવાદને જોડતા એસપી રિંગ રોડ પર લાંબા સમયથી જાળવણીના અભાવે વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. પીપળજ ગાય સર્કલથી ભાટ સર્કલ સુધી અનેક સ્થળે રોડ ખરાબ છે, જ્યારે સર્વિસ રોડ તૂટેલા અને દબાણોથી ઘેરાયેલા છે. ઔડાએ સિક્સ-લેન રોડની જાહેરાત કરી હોવા છતાં કામગીરી આગળ ન વધતાં અને ઓવરબ્રિજના કામમાં વિલંબથી પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે.

ADVERTISEMENT

પૂર્વ અમદાવાદને જોડતો સરદાર પટેલ (એસપી) રિંગ રોડ લાંબા સમયથી જાળવણી અને માળખાકીય કામગીરીના અભાવે મુશ્કેલીનું કારણ બન્યો છે. પીપળજ ગાય સર્કલથી ભાટ સર્કલ સુધીના માર્ગ પર અનેક સ્થળે રોડની હાલત ખરાબ છે, જ્યારે તૂટેલા સર્વિસ રોડ અને દબાણોને કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી છે.

SP-2

ઔડા દ્વારા આશરે બે વર્ષ પહેલાં રિંગ રોડને સિક્સ-લેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પૂર્વ અમદાવાદના આ હિસ્સામાં કામગીરી હજુ આગળ વધી નથી. બીજી તરફ, હાથીજણ, વસ્ત્રાલ, કઠવાડા અને દાસ્તાન સર્કલ પર સૂચિત ઓવરબ્રિજની કામગીરીમાં પણ વિલંબથી પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારણ વધે છે.

હાલતમાં હોવાથી મુખ્ય માર્ગ પર જ ટ્રાફિકનું દબાણ

રિંગ રોડની બંને બાજુ સર્વિસ રોડ પર લારી-ગલ્લા, પથારા અને વાહનોનાં પાર્કિંગનાં દબાણો છે. અનેક સ્થળે સર્વિસ રોડ તૂટેલી હાલતમાં હોવાથી મુખ્ય માર્ગ પર જ ટ્રાફિકનું દબાણ વધે છે. નરોડા, કઠવાડા, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, વટવા અને નારોલ સહિતના વિસ્તારોને જોડતા આ મહત્ત્વના માર્ગની સ્થિતિ સામે હવે નાગરિકોમાં સવાલો ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો : ડુંગળી રૂ.70 અને લસણ રૂ.350એ પહોંચ્યું, દિવાળી સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા

વાહનચાલકો અને સ્થાનિકોની માગ છે કે પીપળજથી ભાટ સુધીના માર્ગની તાત્કાલિક મરામત સાથે સિક્સ-લેનનું કામ શરૂ કરવામાં આવે, ઓવરબ્રિજની કામગીરી ઝડપી બનાવાય અને સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરવામાં આવે. રિંગ રોડ પરથી ટોલ વસૂલાતો હોવા છતાં જરૂરી જાળવણી અને સુવિધાઓમાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Traffic Service Road SP Ring Road

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ