ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આગામી 43 દિવસ સુધી મંગળની ચાલથી જ્યોતિષ 5 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ, બની શકે સારા દિવસો

photo-story

7 ફોટો ગેલેરી

Mangal Gochar 2026 / આગામી 43 દિવસ સુધી મંગળની ચાલથી જ્યોતિષ 5 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ, બની શકે સારા દિવસો

Last Updated: 03:09 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મંગળ ગ્રહને વૈદિક જ્યોતિષમાં ઊર્જા, સાહસ, પરાક્રમ, જમીન અને ભાઈનો કારક માનવામાં આવે છે. મંગળના રાશિ પરિવર્તનની અસર જાતકોના કરિયર, વેપાર, સંપત્તિ અને આર્થિક સ્થિતિ પર જોવા મળે છે.

1/7

photoStories-logo

1. આગામી 43 દિવસ 5 રાશિના સારા દિવસો?

જ્યોતિષીય ગણતરી અનુસાર મંગળ જલ્દી જ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. મંગળ અહીં આશરે 43 દિવસ સુધી રહેશે અને આ સમયગાળા દરમિયાન 5 રાશિના જાતકોને કરિયર, વેપાર, સંપત્તિ અને પૈસાની બાબતમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

મંગળ મેષ રાશિના સ્વામી છે અને કર્ક રાશિમાં તેમનું ગોચર તમારા માટે કેટલીક અડચણો દૂર કરી શકે છે. જો તમે લાંબા સમયથી નવું ઘર, જમીન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂરી થવાના યોગ બની શકે છે.નોકરી અને કાર્યક્ષેત્રમાં તમારા સાહસ અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે. સંપત્તિ સંબંધિત કામમાં પણ પ્રગતિ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર સંવાદ અને પરાક્રમ સાથે જોડાયેલા ક્ષેત્રને મજબૂત કરી શકે છે. આ દરમિયાન તમારા સંપર્કોનો વિસ્તાર વધશે અને નવા લોકો સાથે ઓળખાણ થશે. વેપાર કરતા લોકો માટે નવી ભાગીદારીના દરવાજા ખુલી શકે છે.નવી પાર્ટનરશિપથી વેપારમાં સારો નફો મળવાના યોગ બની શકે છે. ભાઈ-બહેનના સહયોગથી લાંબા સમયથી અટકેલું કોઈ કામ ફરી શરૂ થઈ શકે છે. સામાજિક માન-સન્માન વધવાની સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક રાશિ

મંગળનું ગોચર કર્ક રાશિમાં જ થવાનું હોવાથી આ સમય તમારા માટે ખાસ રહી શકે છે. આ દરમિયાન તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે અને તમારા નિર્ણયોની પ્રશંસા થઈ શકે છે.આ સમય દરમિયાન તમે કામને ઝડપથી પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવશો. જોકે મંગળના પ્રભાવને કારણે સ્વભાવમાં ગુસ્સો અથવા ઉગ્રતા વધી શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી જરૂરી રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજણ વધવાના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

મંગળ વૃશ્ચિક રાશિના પણ સ્વામી છે. કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા ભાગ્ય સ્થાનને અસર કરશે, જેના કારણે ભાગ્યનો સાથ મળવાના યોગ બની શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં પ્રગતિ જોવા મળી શકે છે અને મહેનતનું સારું પરિણામ મળી શકે છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોને પણ સફળતા મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને લાંબી મુસાફરી લાભદાયક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા સરકારી કામ પણ આગળ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર આવકના નવા રસ્તા ખોલી શકે છે. ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામમાં સફળતા મળવાના યોગ છે. તમારી પ્રતિભા અને મહેનતને કારણે નવી તકો મળી શકે છે.શેરબજાર, પૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણમાંથી અચાનક આર્થિક લાભ મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે સમયસર પૂર્ણ થવાના યોગ પણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mars Transit 2026 Mangal Gochar 2026 Mangal Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ