ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 5 લોકોના મો*ત અને 5 ગંભીર ઈજાગ્રસ્ત

ગુજરાત / અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 5 લોકોના મો*ત અને 5 ગંભીર ઈજાગ્રસ્ત

Published By: Nidhi Panchal

Last Updated: 10:59 AM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે મુસાફરો ગાઢ ઊંઘમાં હતા અને અચાનક જોરદાર ધડાકો થયો... થોડી જ ક્ષણોમાં બસમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ADVERTISEMENT

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતે મુસાફરોમાં હાહાકાર મચાવી દીધો હતો. રાત્રિના પ્રવાસ બાદ બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ત્યારે અચાનક એક જોરદાર ધડાકો થયો અને બસ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 5 લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

VDR

ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાન જવા માટે નીકળી

મળતી માહિતી મુજબ, સુરતથી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાન જવા માટે નીકળી હતી. વહેલી સવારે આણંદથી નડિયાદ તરફ બસ આગળ વધી રહી હતી, ત્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સમયે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક મોટા ધડાકા સાથે બસ ટ્રક સાથે અથડાતાં મુસાફરો ઊંઘમાંથી જાગી ગયા હતા. બસમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઊંઘમાંથી જાગેલા મુસાફરો ભારે ગભરાટ અને ભયના માહોલમાં મુકાઈ ગયા હતા.

માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી

અકસ્મતાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 લોકોના મૃતદેહનું પંચનામું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

રહેવાસીનું નિવેદન

અકસ્મતામાં ઈજાગ્રસ્ત થયેલા સુરતના રહેવાસી ધનેશ જાદવે ઘટનાની ભયાનકતા વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ સુરતથી બસમાં બેઠા હતા. વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બસમાં સવાર તમામ લોકો ઊંઘમાં હતા અને તે સમયે જ આ દુર્ઘટના બની હતી. ધડાકા બાદ ચારેય તરફ બૂમાબૂમ થઈ ગઈ હતી અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં 5 પાકિસ્તાની નાગરિકોએ સરેન્ડર કર્યું, ₹3,000 કરોડના ડ્રગ્સ કેસમાં તપાસ તેજ

અકસ્મતાને પગલે થોડા સમય માટે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વાહનવ્યવહારને અસર થઈ હતી. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનો રોડ પર હોવાથી અન્ય વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરાવ્યા હતા. ત્યારબાદ એક્સપ્રેસ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ગમખ્વાર ઘટનામાં 5 લોકોનાં મોત અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Luxury Bus Express Highway Vadodara Ahmedabad

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ