ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ હોવાની સાથે સામાજિક પ્રવૃત્તિમાં પણ છે ધનરાજ નથવાણીનું પ્રદાન, સ્પોર્ટ્સ, કલ્ચરને પણ રાખે છે અગ્રેસર
Last Updated: 12:05 PM, 30 September 2026
ADVERTISEMENT
Dhanraj Nathwani Rajya Sabha : દેશના બિઝનેસ અને સ્પોર્ટ્સ જગતમાં જાણીતું નામ એટલે ધનરાજ નથવાણી. જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. બિઝનેસ ઉપરાંત સ્પોર્ટ્સ, વાઇલ્ડલાઇફ, ફોટોગ્રાફી અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તેમની સક્રિય ભૂમિકા રહી છે. સપ્ટેમ્બર 2026માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાયા.
ADVERTISEMENT
ધનરાજ નથવાણી વર્ષ 2010થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વિવિધ ભૂમિકામાં જોડાયેલા છે. હાલમાં તેઓ Reliance Industries Limitedના Group President છે. તેમની જવાબદારીમાં કોર્પોરેટ અફેર્સ સહિત વિવિધ બિન-ટેક્નિકલ કામગીરી અને CSR સાથે જોડાયેલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. રિલાયન્સની ગુજરાતમાં વિવિધ કામગીરી સાથે પણ તેઓ લાંબા સમયથી સંકળાયેલા રહ્યા છે.
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2026માં ધનરાજ નથવાણીની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી થઈ. તેઓ અગાઉ પણ GCA સાથે મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના વિકાસમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું તેમની પ્રોફાઇલમાં નોંધાયું છે.
ADVERTISEMENT
ક્રિકેટ ઉપરાંત ધનરાજ નથવાણી ગુજરાતના ફૂટબોલ વહીવટમાં પણ સક્રિય રહ્યા છે. તેઓ Gujarat State Football Association (GSFA)ના પ્રમુખ રહી ચૂક્યા છે. આ જવાબદારી દરમિયાન રાજ્યમાં ફૂટબોલના વિકાસ અને યુવા ખેલાડીઓને તક આપવા માટે કામગીરી સાથે તેમનું નામ જોડાયું હતું. વડોદરા મેરેથોન સહિતની વિવિધ સ્પોર્ટ્સ પહેલો સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે.
ADVERTISEMENT
ધનરાજ નથવાણી યુવાનો અને તેમની પ્રતિભામાં પણ ખાસ રસ લે છે. સ્પોર્ટ્સ હોય કે અન્ય ક્ષેત્ર, નવી પેઢીને પ્લેટફોર્મ અને તક મળે તે દિશામાં તેઓ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. સ્પોર્ટ્સ ઉપરાંત ટેક્નોલોજી અને સામાજિક ક્ષેત્રોમાં પણ તેઓ રસ ધરાવે છે.
ADVERTISEMENT
લખનઉમાં ધનરાજ પરિમલ નથવાણીએ રાજ્યસભા માટે ફોર્મ ભર્યું, અખિલેશ યાદવ રહ્યા હાજર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 30, 2026
ઉત્તર પ્રદેશના લખનઉમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર અને Reliance New Energy Limitedના ડિરેક્ટર ધનરાજ પરિમલ નથવાણીએ રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન પત્ર ભર્યું. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ… pic.twitter.com/jYo84PQMEz
ADVERTISEMENT
ધનરાજ નથવાણી દ્વારકા દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરના સંચાલન, યાત્રાળુઓ માટેની સુવિધાઓ અને દ્વારકાના વિકાસ સાથે જોડાયેલી કામગીરીમાં તેમની ભૂમિકા રહી છે.
બિઝનેસ અને સ્પોર્ટ્સ ઉપરાંત ધનરાજ નથવાણીએ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં પણ રસ દાખવ્યો છે. ‘રાજાધિરાજ – Love.Life.Leela’ તેમની આગેવાની હેઠળનું એક ભવ્ય સાંસ્કૃતિક-આધ્યાત્મિક પ્રોડક્શન છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને દ્વારકાધીશ સ્વરૂપને સંગીત, નૃત્ય, ટેક્નોલોજી અને ભવ્ય સ્ટેજ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 2019માં અમદાવાદમાં ‘રાજાધિરાજ’ અંતર્ગત પિછવાઈ પેઇન્ટિંગ્સ, કોફી ટેબલ બુક અને મ્યુઝિક આલ્બમ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
ધનરાજ નથવાણીને વાઇલ્ડલાઇફ, નેચર, ટ્રાવેલ અને ફોટોગ્રાફીમાં ખાસ રસ છે. ખાસ કરીને ગુજરાતના વન્યજીવન અને ગીરના સિંહો પ્રત્યેનો તેમનો રસ તેમની જાહેર પ્રોફાઇલમાં જોવા મળે છે. પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રહ્યા છે.
આ પણ વાંચો : પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીએ UPથી રાજ્યસભામાં ફોર્મ ભર્યું
ધનરાજ નથવાણીએ લંડનની Regent’s Business Schoolમાંથી International Businessનો અભ્યાસ કર્યો છે. તેમના શૈક્ષણિક બેકગ્રાઉન્ડમાં Corporate Law અને Public Relations Managementમાં MBAનો પણ ઉલ્લેખ મળે છે.
આ પણ વાંચો : ધનરાજ નથવાણી બનશે યુપીથી રાજ્યસભાના સાંસદ, સમાજવાદી પાર્ટીએ બનાવ્યા ઉમેદવાર
સમાજવાદી પાર્ટીએ ધનરાજ નથવાણીને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. તેઓ રાજ્યસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ સાથે બિઝનેસ, સ્પોર્ટ્સ અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે સક્રિય રહેલા ધનરાજ નથવાણીની જાહેર ભૂમિકામાં હવે સંસદીય રાજકારણનો પણ ઉમેરો થયો છે. ધનરાજ નથવાણીની ઓળખ માત્ર રિલાયન્સના કોર્પોરેટ એક્ઝિક્યુટિવ અથવા સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર પૂરતી સીમિત નથી. બિઝનેસ, ક્રિકેટ, ફૂટબોલ, દ્વારકા મંદિર વ્યવસ્થાપન, સંસ્કૃતિ, યુવા પ્રતિભા, વાઇલ્ડલાઇફ અને હવે રાજ્યસભાની રાજકીય ભૂમિકા-વિવિધ ક્ષેત્રોમાં તેમની સફર જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો