ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વસ્ત્રાપુરમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી મહિલા સાથે રૂ.30.94 લાખની છેતરપિંડી, ઓસ્ટ્રિયા વર્ક પરમિટના નામે રકમ લીધા બાદ વિઝા ન કરાવ્યા
Last Updated: 02:35 PM, 30 September 2026
ADVERTISEMENT
વસ્ત્રાપુરમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી ૬૬ વર્ષીય મહિલા સાથે ઓસ્ટ્રિયાની વર્ક પરમિટ વિઝાના નામે રૂપિયા ૩૦.૯૪ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજુલબહેન ઉપાધ્યાયે મુંબઈની ઓરા એમ ઓવરસિઝ કન્સલ્ટન્સીના માલિક આકાશ પરમાર અને તેના બે પાર્ટનર જય રાવલ તથા દિવ્યેશ પટેલ સામે ફરિયાદ કરી છે.
ADVERTISEMENT

ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૫માં રાજુલબહેને પોતાના પાંચ ગ્રાહકોના ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાનું કામ મુંબઈની એજન્સીને સોંપ્યું હતું. આ માટે ૧૧ જાન્યુઆરી ૨૦૨૫થી અલગ-અલગ સમયે બેન્ક ટ્રાન્સફર, ઓનલાઈન અને રોકડ મળી કુલ રૂપિયા ૩૦,૯૪,૪૨૦ ચૂકવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જોકે એજન્સી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ખામી હોવાના કારણે એમ્બેસીએ જુલાઈ અને ઓક્ટોબર 2025માં બે અરજી નામંજૂર કરી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ ગ્રાહકો માટે પણ માત્ર ઓફર લેટર આપવામાં આવ્યા બાદ વિઝાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી ન હતી.
ADVERTISEMENT
કામ પૂર્ણ ન થતાં રાજુલબહેને આરોપીઓ પાસે રકમ પરત માગી હતી. જોકે વારંવારની માગણી છતાં રૂપિયા પરત ન મળતાં અને સંતોષકારક જવાબ ન મળતાં અંતે વસ્ત્રાપુર પોલીસમાં ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.