ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નવરાત્રી પહેલાં ફાયર વિભાગની કડક ગાઇડલાઇન, ગરબા આયોજકોએ નિયમોનું કરવું પડશે પાલન

ગુજરાત / અમદાવાદમાં નવરાત્રી પહેલાં ફાયર વિભાગની કડક ગાઇડલાઇન, ગરબા આયોજકોએ નિયમોનું કરવું પડશે પાલન

Published By: Nidhi Panchal

Last Updated: 02:28 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી નજીક આવતાં અમદાવાદમાં ગરબાના મોટા આયોજનોની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ફાયર વિભાગે આયોજકો માટે કડક સુરક્ષા નિયમો જાહેર કર્યા છે. ટેમ્પરરી ડોમ, મંડપ અને પંડાલમાં આગ કે અન્ય ઇમર્જન્સી સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે ખાસ વ્યવસ્થા ફરજિયાત રહેશે. હવે માત્ર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પૂરતું નહીં રહે, પરંતુ સ્થળ પર તમામ નિયમોનું વાસ્તવિક પાલન કરાવવાની જવાબદારી પણ આયોજકોની રહેશે.

ADVERTISEMENT

નવરાત્રી નજીક આવતાં અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ અને મોટા ડોમમાં ગરબાનાં આયોજનની તૈયારીઓ તેજ બની છે. એક તરફ હજારો ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાડવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ફાયર વિભાગે આયોજકોની ચિંતા વધારતી કડક શરતોવાળી ગાઇડલાઇન બહાર પાડી છે. ટેમ્પરરી મંડપ, પંડાલ અને સ્ટ્રક્ચરમાં આગ લાગે કે અન્ય કોઈ ઇમર્જન્સી સર્જાય તો લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે માટે ફાયર સેફ્ટીથી લઈને ઇમર્જન્સી એક્ઝિટ સુધીના નિયમોનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે.

garba-4

હવે માત્ર ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવી લેવું પૂરતું નહીં રહે, પરંતુ સ્થળ પર નિયમોનું વાસ્તવિક પાલન પણ આયોજકોએ સુનિશ્ચિત કરવું પડશે. ગાઇડલાઇનમાં નક્કી કરાયેલી શરતોનું ઉલ્લંઘન જોવા મળશે તો આયોજકો સામે કાર્યવાહી થઈ શકે છે. ગરબા દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય અને નિયમોના ભંગની વાત સામે આવે તો તેની જવાબદારી આયોજકની રહેશે.

ખેલૈયાની ભીડ વચ્ચે એક ભૂલ ભારે પડી શકે

મોટા ગરબા આયોજનોમાં એક સાથે હજારો લોકો હાજર રહેતા હોવાથી ઇમર્જન્સી સમયે બહાર નીકળવાના માર્ગમાં ભીડ ન થાય તે સૌથી મહત્ત્વનું છે. મંડપ કે ડોમમાં આગ જેવી ઘટના બને ત્યારે લોકો ગભરાટમાં એક જ રસ્તે દોડે નહીં અને બચાવ કામગીરીમાં અવરોધ ન આવે તે માટે ફાયર વિભાગે ટેમ્પરરી સ્ટ્રક્ચરની સુરક્ષા અંગે ખાસ શરતો મૂકી છે. આ વખતે ફાયર વિભાગની નજર માત્ર મોટા ગરબા સ્થળો પૂરતી નહીં, પરંતુ ટેમ્પરરી ડોમ, મંડપ અને પંડાલના સ્ટ્રક્ચર તથા તેની અંદરની સુરક્ષા વ્યવસ્થા પર પણ રહેશે. આયોજકોએ શરૂઆતથી જ તમામ નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે. એટલે ગરબા શરૂ થાય તે પહેલાં જ ફાયર સેફ્ટી વ્યવસ્થા ચકાસવી પડશે.

આ પણ વાંચો : ડુંગળી રૂ.70 અને લસણ રૂ.350એ પહોંચ્યું, દિવાળી સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા

આયોજકો માટે મોટો સંદેશ

ગરબા યોજો, પણ સુરક્ષાની કિંમત પર નહીં આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ એ છે કે નવરાત્રીની ભીડમાં એક નાની બેદરકારી મોટી દુર્ઘટનામાં ન ફેરવાય. નિયમોનું પાલન ન કરનાર આયોજકો માટે આ વખતે જવાબદારી માત્ર કાગળ પર નહીં, પરંતુ દુર્ઘટના બને તો સીધી તેમના માથે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fire Safety Ahmedabad Garba Navratri Garba

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ