ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / બાલીમાં બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રીને નડ્યો અકસ્માત, કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાઈ
Last Updated: 09:08 PM, 2 October 2026
ADVERTISEMENT
બોલિવૂડની જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઈન્ડોનેશિયાના બાલી ખાતે વેકેશન માણવા ગયેલી નુસરત એક અકસ્માતનો શિકાર બની છે, જેમાં તેની કરોડરજ્જુ (સ્પાઈન) માં ગંભીર ફ્રેક્ચર થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને એર એમ્બ્યુલન્સ મારફતે બાલીથી તાત્કાલિક મુંબઈ લાવવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નુસરતની પબ્લિસિસ્ટ સંચિતા ત્રિવેદી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, મુંબઈ પહોંચ્યા બાદ તબીબો તેની વિગતવાર તપાસ કરશે અને ત્યારબાદ સ્પાઈન સર્જરી હાથ ધરવામાં આવશે. ઈજા ગંભીર હોવાથી નુસરતને સંપૂર્ણ સાજા થવામાં લાંબો સમય લાગી શકે છે. આ કારણે આગામી સપ્તાહોમાં તેની પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને કામ પર અસર પડશે. તેની ટીમે ચાહકો અને મીડિયાને નુસરતની પ્રાઈવસીનું સન્માન કરવા અને તેને સ્વસ્થ થવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતના થોડા દિવસો પહેલા જ નુસરતે સોશિયલ મીડિયા પર બાલી વેકેશનની તસવીરો શેર કરી હતી.

ADVERTISEMENT
અહેવાલો મુજબ, નુસરત ભરૂચા ટૂંક સમયમાં ટાઈગર શ્રોફ સાથે તેની આગામી ફિલ્મમાં જોવા મળવાની હતી. આ ફિલ્મમાં બંને પહેલીવાર ઓન-સ્ક્રીન જોડી તરીકે સાથે કામ કરવાના હતા. આ ફિલ્મમાં પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ અકસ્માત બાદ ફિલ્મના શૂટિંગ શિડ્યુલ લંબાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પહેલીવાર નથી જ્યારે નુસરતને આવી ગંભીર ઈજા પહોંચી હોય. આ પહેલા વર્ષ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ દરમિયાન તે માર્બલના ફ્લોર પર માથાભેર પટકાઈ હતી. તે જ વર્ષે ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન એક એક્શન સીન કરતી વખતે તેના ચહેરા અને ભમર પર ગંભીર ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત, ઓગસ્ટ 2021માં સતત કામના થાકને કારણે તેનું બ્લડ પ્રેશર અત્યંત ઘટી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જ્યાં તેને ગંભીર વર્ટિગો એટેક હોવાનું નિદાન થયું હતું. હાલ સમગ્ર બોલિવૂડ અને તેના ચાહકો નુસરત ઝડપથી સાજી થઈ જાય તેવી પ્રાથના કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ