બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના ઉખલા ગામે કથિત રીતે જુગારની રેડ બાદ ભાગતા 3 યુવકો કૂવામાં પડતાં મો*ત
Last Updated: 11:53 AM, 18 August 2026
ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં આશ્ચર્યનજક ઘટના બનવા પામી હતી. જેમાં પોલીસ દ્વારા જુગાર ધામ પર રેડ કરવા જતા જુગાર રમી રહેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરતા ત્રણ યુવકો કૂવામાં પડી જતા તેઓના મોત નિપજ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી
ભાવનગર જિલ્લાના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કુવામાં પડી જવાથી ત્રણ યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
ADVERTISEMENT

અજીતસિંહ
ADVERTISEMENT
પોલીસની રેડ પડતા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી મુજબ, વાડી વિસ્તારમાં અંદાજે 11 લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસ રેડ પડી હોવાની જાણ થતાં તમામ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. ભાગદોડ દરમિયાન ત્રણ યુવકો કુવામાં પડી ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT

નિલેશ
ADVERTISEMENT
મૃતકોના નામ
આ દુર્ઘટનામાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતકોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

રાહુલ ચૌહાણ
પોલીસ અને પરિવારજનોના નિવેદનમાં વિરોધાભાસ
આ સમગ્ર ઘટનાને લઈને હવે જુગારની રેડનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેડ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા ત્રણેય યુવકો કુવામાં પડી ગયા હતા. જોકે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વરતેજ પોલીસ દ્વારા રેડ અંગે ઇનકાર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઘટનાની હકીકતને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ ગોંડલમાં મોપેડ પર આવી મહિલાની છેડતી કરતો શખ્સ ઝડપાયો! CCTVના આધારે પોલીસે દબોચી લીધો
ત્રણ યુવકોના મોતને લઈ તપાસ શરૂ
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્રણ યુવકોના મોત પાછળના ચોક્કસ સંજોગો શું હતા અને ઘટનાસ્થળે ખરેખર શું બન્યું હતું તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.