બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલમાં મોપેડ પર આવી મહિલાની છેડતી કરતો શખ્સ ઝડપાયો! CCTVના આધારે પોલીસે દબોચી લીધો
Last Updated: 11:14 AM, 18 August 2026
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગોંડલ શહેરમાં એકલી ચાલતી મહિલાઓને નિશાન બનાવી હુમલો કરનાર 52 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી બાઇક અથવા એક્ટિવા પર આવી મહિલાઓને મુક્કો કે ધુબ્બો મારી ફરાર થઈ જતો હોવાની ફરિયાદો સામે આવી હતી.
ADVERTISEMENT
એક્ટિવા ચાલકે મહિલાની છેડતીનો પ્રયાસ કર્યો
રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન 12 ઓગસ્ટ 2026ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક મહિલા પગપાળા જઈ રહી હતી ત્યારે ગ્રે કલરની એક્ટિવા પર આવેલા શખ્સે તેમના છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ગોંડલ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ADVERTISEMENT
ગોંડલમાં સોસાયટીમાં મહિલાની છેડતી, રાજકોટ ગ્રામ્ય LCBએ આરોપીને ઝડપી લીધો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 18, 2026
ગોંડલની રહેણાંક સોસાયટીમાં મહિલાની છેડતીની ઘટના સામે આવી છે. મોપેડ પર આવેલા શખ્સે મહિલા સાથે છેડતી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય LCBએ તપાસ હાથ ધરી ચેતન… pic.twitter.com/6Ipqq38pdX
પોલીસે સીસીટીવીના આધારે શંકાસ્પદ શખ્સની ઓળખ કરી
ADVERTISEMENT
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, આશરે બે વર્ષ અગાઉ પણ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં મહિલાને આ જ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઘટનાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓની સુરક્ષાને લઈને LCBએ તપાસ તેજ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારોની મદદથી શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ગોંડલ-જેતપુર રોડ પર આવેલા ‘ત્રણ ખુણીયા’ નજીક એક શંકાસ્પદ એક્ટિવા ચાલક હોવાની બાતમી LCBને મળી હતી. બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી શખ્સને ઝડપી લીધો હતો.
આરોપીએ મહિલાની છેડતી કરી હોવાની કબુલાત કરી
ADVERTISEMENT
પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ ચેતનભાઈ રામજીભાઈ રૈયાણી (ઉંમર 52 વર્ષ), રહે. રવિ બંગલોઝ, જેતપુર રોડ, ગોંડલ હોવાનું જણાવ્યું હતું. પોલીસની કડક પૂછપરછ દરમિયાન તેણે મહિલાઓ પર હુમલો કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપી પાસેથી એક્ટિવા નંબર GJ-03-HS-8165 અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત ગેસ CNGના ભાવ વધ્યા, ₹85થી વધીને હવે કેટલો થયો ?
ADVERTISEMENT
મહિલાઓએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી
LCBએ આરોપીને આગળની કાર્યવાહી માટે ગોંડલ B-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ PI જી.એસ. ગઢવી સહિતના પોલીસ કાફલાએ આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીની ધરપકડ થતાં ગોંડલ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતા વચ્ચે સ્થાનિક રહીશોમાં રાહત જોવા મળી છે. પોલીસની ઝડપી કાર્યવાહી બદલ રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીની પ્રશંસા પણ થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.