બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં મળે, પેટ્રોલ પંપ પર VTV ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક
Last Updated: 01:11 PM, 18 August 2026
રાજકોટમાં કેટલાક વાહન ચાલકો દ્વારા ઈ-મેમોથી બચવા માટે HSRP નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવતા હોવાનું શહેર પોલીસ કમિશ્નરના ધ્યાને આવતા શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પેટ્રોલ પંપ તેમજ સીએનજી પંપના સંચાલકોને આ બાબતે જાણ કરી નંબર પ્લેટ વગરના વાહનો, નંબર પ્લેટ સાથે ચેડા કરેલ હોય તેવા વાહનોને પેટ્રોલ ન આપવાના શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને લઈ રાજકોટ વાસીઓમાં કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તે બાબતે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા રાજકોટ શહેરના પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે રાજકોટવાસીઓએ પોલીસ કમિશ્નરના નિર્ણય વિશે શું કહ્યું.
ADVERTISEMENT
રાજકોટના સીનીયર સીટીઝને નિર્ણયને આવકાર્યો
ADVERTISEMENT
આ બાબતે વીટીવીની ટીમ દ્વારા રાજકોટના પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કરતા પેટ્રોલ માલિકોએ આ બાબતે સતર્ક હોવાનું સામે આવ્યું હતું. જેમાં પેટ્રોલ પંપ પર વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ બાબતે એક વૃદ્ધે જણાવ્યું હતું કે, નંબર પ્લેટ વગરના હોય એ અસામાજિક તત્વો કોઈ શકે. તેમજ તેઓ કોઈ પણ ગુનાહિત પ્રવૃતિ આચરી શકે છે. રાજકોટના સીનિયર સીટીઝને પોલીસ કમિશ્નરના આ નિર્ણયને આવકાર્યો હતો.

ADVERTISEMENT
આ બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનાર ફીલરે શું કહ્યું
આ બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનાર ફીલરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડેલા જાહેરનામા અનુસંધાને કોઈ પણ નંબર પ્લેટ વગરના વાહન માલિકને તેમજ નંબર પ્લેટ સાથે ચેડા કરેલા વાહન માલિકને પેટ્રોલ આપવામાં આવશે નહી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એક નંબર પ્લેટ વગરની ગાડી આવી તી. જેને ના પાડી દેવામાં આવી હતી. આગળ જોઈએ હવે નંબર પ્લેટ વગરના કેટલા લોકો આવે છે. પેટ્રોલ પુરાવવા માટે.
ADVERTISEMENT

પોલીસ કમિશ્નર દ્વારા ' નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં ' ના સૂત્ર સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
ADVERTISEMENT
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં કેટલાક વાહના માલિકો દ્વારા વાહનોની HSRP નંબર પ્લેટ સાથે કરવામાં આવતા હોવાનું સામે આવતા રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી લઈ મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા વાહનો પર લગાવવામાં આવેલ નંબર પ્લેટ કાઢી નાંખેલ હોય, ભુસી નાંખી હોય કે નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા વાહન ચલાવવા પર રોક લગાવવામાં આવી છે. તેમજ પોલીસ કમિશ્નર દ્વારા ' નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં ' ના સૂત્ર સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વાહન માલિકો સામે કડક નિર્ણય લેનાર રાજકોટ શહેર પ્રથમ છે,
ADVERTISEMENT
60 દિવસ સુધી ચુસ્ત પણે જાહેરનામાનો અમલ કરવાનો રહેશે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના ' નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં ' ના સૂત્ર સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ આ બાબતે રાજકોટ શહેરના તમામ પેટ્રોલ,ડીઝલ, સીએનજી પંપના સંચાલકોને પણ આ બાબતે જાણ કરી તેઓને નંબર પ્લેટ સાથે ચેડા કે નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહન માલિકોને ઈંધણ આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ જો આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ આ જાહેરનામું તા. 17 ઓગસ્ટ 2026 થી 16 ઓક્ટોબર 2026(60 દિવસ સુધી અમલમાં રહેશે.)
પોલીસ કમિશનરે આ કારણથી લગાવ્યો પ્રતિબંધ
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરવામાં આવે છે. જેના પરિણામે બેફામ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને મોટર વ્હીકલની જોગવાઈના ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે.
આ પણ વાંચોઃ ભાવનગરના ઉખલા ગામે કથિત રીતે જુગારની રેડ બાદ ભાગતા 3 યુવકો કૂવામાં પડતાં મો*ત
નંબર પ્લેટ વગરના વાહનોથી ગુનાહિત પ્રવૃતિ આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું
HSRP રજીસ્ટ્રેશન નંબર વિનાના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. કારણ કે, ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ તથા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.