બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલ મહિલા પોઝિટિવ !

ચિંતા / ગાંધીનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલ મહિલા પોઝિટિવ !

Priykant Shrimali

Last Updated: 11:04 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar Corona Virus : પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ફરી સક્રિય

Gandhinagar Corona Virus : એક સમયે સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસ હવે લગભગ ભૂતકાળની બાબત બની ગયો હતો. લોકો ફરીથી સામાન્ય જીવનશૈલી તરફ વળી ગયા હતા અને જાહેર જીવનમાં પણ કોરોનાનો ભય લગભગ સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ ફરી સક્રિય બન્યું છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા તાજેતરમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી હતી. યાત્રા બાદ તેમને શરદી, ઊધરસ અને તાવ જેવા લક્ષણો અનુભવાયા હતા. શરૂઆતમાં સામાન્ય વાયરલ ઇન્ફેક્શન હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તબિયત વધુ ખરાબ થતાં પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સરકારી આરોગ્ય પ્રોટોકોલ મુજબ મહિલાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા હતા. મહિલાના સંપર્કમાં આવેલા પરિવારજનો અને નજીકના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ સંક્રમિત ન હોવાનું સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

14 મહિના બાદ પાટનગરમાં કોરોનાની એન્ટ્રી

ગાંધીનગરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો ન હતો. એપ્રિલ 2025 બાદ શહેર કોરોના મુક્ત બન્યું હતું. હવે લાંબા વિરામ બાદ ફરી એકવાર સંક્રમણનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. બહારગામ કે અન્ય રાજ્યોમાંથી પ્રવાસ કરીને પરત ફરતા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 160થી વધુ પીડિત પરિવારોના વકીલોની નજર AAIBના રિપોર્ટ પર!

શું હોય છે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ?

  • સતત અથવા વારંવાર તાવ આવવો
  • શરદી અને નાકમાંથી પાણી વહેવું
  • સૂકી અથવા સતત ઊધરસ
  • ગળામાં દુખાવો
  • શરીરમાં થાક અને નબળાઈ અનુભવવી
  • માથાનો દુખાવો
  • સ્વાદ અને સુગંધની ક્ષમતામાં ઘટાડો
  • શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી

કોરોનાથી બચવા માટેના ઉપાયો

  • હાથને નિયમિત રીતે સાબુ અથવા સેનિટાઇઝરથી સાફ રાખો
  • ભીડભાડવાળી જગ્યાઓમાં જતાં સાવચેતી રાખો
  • શરદી, તાવ કે ઊધરસ હોય તો માસ્કનો ઉપયોગ કરો
  • પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર લો
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત વ્યાયામ કરો
  • લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો
  • વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકોનું વિશેષ ધ્યાન રાખો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Update Covid-19 Gujarat Gandhinagar Corona Case
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ