બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:35 PM, 12 June 2026
ઇન્ડિયન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી માતા બની છે. જેમાં ખાસ વાત એ છે કે, તેને ટ્વિન પુત્રોને જન્મ આપ્યો હતો. તે હવે માતૃત્વનો અનુભવ કરી રહી છે. તાજેતરમાં તેને પોતાના નાના દીકરાઓની પહેલી ઝલક શેર કરી હતી. આ ફોટામાં દિવ્યાંકા તેના ટ્વિન બાળકોને તેના ખોળામાં પકડીને જોવા મળે છે. જેમાં ફેન્સ આ ફોટા માટે પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લગ્નના 10 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. જેમાં દિવ્યાંકાએ 26 મેના રોજ હોસ્પિટલમાં જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દિવ્યાંકા અને વિવેક તેમના સંતાનો સાથે જોવા મળ્યા હતા. ત્યારથી ફેન્સ તેમની એક ઝલક જોવા માટે એક્સાઈટેડ જજીવ મળ્યા હતા. હવે દિવ્યાંકાએ પોતે તેના જોડિયા બાળકો સાથે ફોટા શેર કર્યા છે.

ADVERTISEMENT
દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીર શેર કરી છે. આ તસવીરમાં દિવ્યાંકા તેના ટ્વિન્સને ખોળામાં તેડીને જોવા મળે છે. એક ફોટામાં દિવ્યાંકા તેના બાળકોને ચુંબન કરતી જોવા મળે છે, જ્યારે બીજા ફોટામાં તે તેમને પ્રેમથી રમાડતી જોવા મળે છે. આ ફોટા શેર કરતાં દિવ્યાંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, "Thanks for choosing me ." જેમાં ફેન્સ કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસ પર પ્રશંસાનો વરસાદ વરસાવી રહ્યા છે. આ ફોટોમાં એક્ટ્રેસે તેના ટ્વિન્સના ચેહરા છુપાવ્યા હતા.
ADVERTISEMENT
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ 8 જુલાઈ 2016 ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા. હવે તેમના લગ્નના 10 વર્ષ બાદ તેઓ પેરેન્ટ બન્યા છે. લગ્નના 10 વર્ષ બાદ આ કપલને માતા પિતા બનવાની ખુશી મળી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.