બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 AM, 14 June 2026
ભારતે અફઘાનિસ્તાનને પ્રથમ વનડેમાં 7 વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. વરસાદના કારણે 25-25 ઓવરની બનેલી આ મેચમાં શુભમન ગિલે 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી. મેચ બાદ જ્યારે નીતિશ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની માતાનો ફોન આવ્યો. આ સમયે તેમણે ફોન કાપી નાખવાને બદલે પ્રેસ કોન્ફરન્સ થોડીવાર માટે રોકી અને માતા સાથે વાત કરી. તેમના આ નમ્ર સ્વભાવ અને માતા પ્રત્યેના સન્માનની સૌએ પ્રશંસા કરી છે.
ADVERTISEMENT
નીતિશ રેડ્ડીએ ફોન પર પોતાની માતાને કહ્યું, "અંમ્મા, હું તમને પાંચ મિનિટ પછી ફરી ફોન કરું છું." ત્યારબાદ તેમણે ફરી પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી અને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
ADVERTISEMENT
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને રહમાનુલ્લાહ ગુરબાઝની 102 રનની તોફાની સદીની મદદથી 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ભારતીય ટીમે શુભમન ગિલની અણનમ 84 રનની ઇનિંગ્સના આધારે 13 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 16000 રન…રોહિત શર્માએ પહેલા રચ્યો ઇતિહાસ, પછી છોડવુ પડ્યુ મેદાન
નીતિશ કુમાર રેડ્ડીનું આ સાદગીભર્યું વર્તન દર્શાવે છે કે ખેલાડીઓ માત્ર મેદાનમાં જ નહીં પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ પોતાના સંસ્કારો અને પરિવાર પ્રત્યેના પ્રેમથી લોકોના દિલ જીતી લેતા હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.