ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરાજીમાં ગેરકાયદેસર રેતી ખનન પર SOGનો મોટો દરોડો, રૂ. 3.97 કરોડનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 10:43 PM, 13 June 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાદર નદીના કાંઠે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે SOGની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન 2 એસ્કેવેટર, 2 ટ્રક તેમજ અંદાજે 500 મેટ્રિક ટન રેતી સહિત કુલ રૂ. 3 કરોડ 97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, ભાદર નદીના પટ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે SOGએ આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ભારે પ્રમાણમાં રેતીનો જથ્થો તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતા મશીનો અને વાહનો કબજે લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

આ મામલે રેતીચોરીના મુખ્ય આરોપી તરીકે રતિલાલ ડઢાણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં અન્ય કેટલાક શખ્સોની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
SOG અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કુદરતી સંપત્તિના ગેરકાયદેસર શોષણને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ઘટનાને પગલે વિસ્તારમાં ખનન માફિયાઓમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં હર્ષ સંઘવીએ સાંઢીયા પુલનું લોકાર્પણ કર્યું, જામનગર આવતા જતા લાખો વાહન ચાલકોને રાહત
ADVERTISEMENT
પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.