બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ રાજ્યો માટે આગામી 12 કલાક ભારે! પવન સાથે વરસાદ ત્રાટકશે, IMDનું એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

વેધર અપડેટ / આ રાજ્યો માટે આગામી 12 કલાક ભારે! પવન સાથે વરસાદ ત્રાટકશે, IMDનું એલર્ટ

Last Updated: 08:30 AM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને વજ્રપાતની ચેતવણી જાહેર કરી છે.

1/6

photoStories-logo

1. આ રાજ્યો માટે આગામી 12 કલાક ભારે!

કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. રાજસ્થાન અને આસામ નજીક સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણના કારણે વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના છે. ખેડૂતો, માછીમારો અને ખુલ્લા વિસ્તારમાં કામ કરતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 18 રાજ્યોમાં વરસાદ અને આંધીની ચેતવણી

હવામાન વિભાગ મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, આસામ સહિત 18 રાજ્યોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાનું જોખમ પણ છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દિલ્હી અને ઉત્તર ભારતને મળશે ગરમીથી રાહત

દિલ્હીમાં આજે ભારે વરસાદ સાથે 70થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી રાહત મળશે. પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉત્તર પ્રદેશ અને બિહારમાં યેલો એલર્ટ

યુપીના અનેક જિલ્લાઓ જેમ કે લખનૌ, વારાણસી, ગોરખપુર, કાનપુર અને આગ્રામાં વરસાદ અને આંધીની આગાહી કરવામાં આવી છે. બિહારમાં પટણા, ભાગલપુર, દરભંગા અને મધુબની સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 70 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પહાડી રાજ્યોમાં વિશેષ સાવચેતીની સલાહ

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તા અવરોધિત થવાનો ખતરો રહે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને હવામાનની માહિતી પર નજર રાખવા અને સાવચેત રહેવા જણાવાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય

ગુજરાતમાં હાલ ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 અને 15 જૂને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ 16થી 19 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે અને ચોમાસા પહેલાં વાતાવરણ વધુ અનુકૂળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat Rain Gujarat Rain Forecast Pre-Monsoon Activity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ