બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCના લાઇટ પોલ પર જ RCC ચણતર! સરદારનગરમાં ગેરકાયદે બાંધકામનો મામલો સામે આવ્યો
Last Updated: 08:56 PM, 18 June 2026
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાના જી વોર્ડ હેઠળ ગેરકાયદે બાંધકામનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક મકાન માલિક દ્વારા AMCના લાઇટ પોલ પર જ RCCનું ચણતર કરી કબજો જમાવી લીધો હતો.
ADVERTISEMENT
માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં લાલુમલ નામના મકાન માલિકે પોતાના મકાનના બાંધકામ દરમિયાન AMCના લાઇટ પોલને પણ બાંધકામમાં સમાવી દેતા વિવાદ સર્જાયો છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર ગેરકાયદે ચણતર સ્થાનિક કોર્પોરેટર સન્ની ખાનચન્દાનીના કાર્યાલયની સામે જ કરી દેવાયું હતું.
AMCનું એસ્ટેટ વિભાગ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન નિષ્ક્રિય રહ્યું અને ગેરકાયદે બાંધકામ થતું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.
ADVERTISEMENT
આ ઘટનાને લઈને સ્થાનિક કોર્પોરેટરની કામગીરી પર પણ સવાલો ઊભા થયા હતા. કોર્પોરેટર સન્ની ખાનચન્દાની ગેરકાયદે બાંધકામ દરમિયાન AMCના લાઇટ પોલને બાંધકામમાં જતો અટકાવવામાં કેમ નિષ્ફળ રહ્યા તે અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા.
બીજી તરફ, મકાન માલિક લાલુમલે પોતાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાંધકામ મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સમયે તેઓ બહારગામ હતા. સમગ્ર મામલાની જાણ થતાં હવે તેઓ આ બાંધકામ જાતે જ તોડી પાડશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે VTVના અહેવાલ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે AMC દ્વારા ગેરકાયદે ચણતર કરનાર સામે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.