બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અકસ્માત પીડિતોના વીમા ક્લેમ-ઝડપી ન્યાય માટે કરાઈ આ વ્યવસ્થા, માહિતી પંચનો મોટો નિર્ણય

ગુજરાત / અકસ્માત પીડિતોના વીમા ક્લેમ-ઝડપી ન્યાય માટે કરાઈ આ વ્યવસ્થા, માહિતી પંચનો મોટો નિર્ણય

Ajitsinh Jadeja

Last Updated: 06:34 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Insurance Rule: અકસ્માત પીડિતોને ઝડપી ન્યાય આપવા માહિતી આયોગે મહત્વનો આદેશ કર્યો છે. ઈન્શ્યોરન્સ એજન્ટ અને અકસ્માત પીડિતને MACT કેસની તમામ વિગતો વિનામૂલ્યે મળશે.

સામાન્ય રીતે વાહન અકસ્માતના કિસ્સામાં પીડિતો કે તેમના પરિવારોને વીમા કંપનીઓ પાસેથી વળતર મેળવવા માટે લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. અકસ્માત પીડિતોને ઝડપી ન્યાય આપવા માહિતી આયોગે મહત્વનો આદેશ કર્યો છે. અકસ્માત સંબધિત કેસમાં પોલીસે એફઆઇઆર, પંચનામું, FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવો પડશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

ઈન્શ્યોરન્સ એજન્ટ અને અકસ્માત પીડિતને MACT કેસની તમામ વિગતો વિનામૂલ્યે મળશે. અકસ્માત પીડિતોને વીમા ક્લેમ અને ન્યાય ઝડપથી મળે તે માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીનગર માહિતી આયોગ દ્વારા વાહન અકસ્માતના કેસને લઈ મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. આ નવા આદેશ અનુસાર હવેથી તમામ પોલીસ સ્ટેશનોએ અકસ્માતનો ભોગ બનેલા પીડિતો કે તેમના પરિવારજનોને કેસ સંબંધિત તમામ મહત્વના દસ્તાવેજો વિનામૂલ્યે પૂરા પાડવા પડશે. કામરેજ પોલીસ સ્ટેશન અંતર્ગતના એક કેસની સુનાવણી દરમિયાન આદેશ જાહેર કરાયો છે.

VTV ADD

આ પણ વાંચોઃ Banaskantha / રાતે એક્ટિવા પર ખેતરે જઈ રહ્યાં હતા, વાવાઝોડાને કારણે લાઈટનો તાર તૂટી પડતાં પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત

માહિતી આયોગના આદેશ મુજબ પોલીસે હવે એફઆઈઆરની નકલ, પંચનામું આપવું પડશે. આ ઉપરાંત કેસ સાથે જોડાયેલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પોલીસે અરજદારને આપવાના રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accident Claim Process Information Commission Insurance Claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ