બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'વર્ષોથી આ માણસ ખોટો પડે છે', વિજ્ઞાન જાથાવાળાએ અંબાલાલ પટેલને ઝાટકી કાઢ્યા, આગાહીને ખોટી ઠેરવી
Last Updated: 06:01 PM, 18 June 2026
શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા જોવા મળે છે. જ્યાં અંધશ્રદ્ધાનો વિષય હોય ત્યાં વિજ્ઞાન જાથા વાળા તેને ઉજાગર કરતા હોય છે. પરંતુ આખરે એવું તો શું થયું કે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા જૂનાગઢ વિસ્તારના 47 આગાહીકારો અને અંબાલાલ પટેલ સામે અકળાઈ ગયા?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એક સમયે અંબાલાલ અવાર-નવાર વરસાદ, દુષ્કાળ, માવઠું, ઠંડી, ગરમીની આગાહી કરતા હતા. પછી તેઓ રાજકારણ અને સાંપ્રત પ્રવાહો પર પણ આગાહી કરતા થઇ ગયા. આખરે જયંત પંડ્યાએનો પીત્તો ગયો અને તેમણે કહ્યું દીધું, "અંબાલાલ તો બકવાસ કરે છે."
જયંત પંડ્યાએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીને બેબુનિયાદ અને તદ્દન ખોટી ગણાવી. તેમણે કહ્યું કે કોઈએ પણ અંબાલાલ પટેલની આગાહી પર ભરોસો ના કરવો જોઈએ. આગળ તેમણે કહ્યું કે અંબાલાલ બકવાસ કરે છે અને દરેક વાતમાં પોતાનો પગ ઘૂસાડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- આ તારીખથી ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ
વિજ્ઞાન જાથાના ચેરમેને આગળ કહ્યું, "દર વખતે અંબાલાલ પટેલનું વાવાઝોડું ઉભું જ હોય છે." આ ઉપરાંત તેમણે વરતારો કરનારાઓ સામે પણ આક્ષેપો કરતા કહ્યું- વરતારો કરનારા માત્ર આત્મસ પૂર્ણથી વરતારો કરતા હોય છે. જૂનાગઢમાં જે 42 જેટલા આગાહીકારોએ આગાહી કરી હતી તે ખોટી પડી પડી છે અને તેમની તમામની હોળી કરવામાં આવશે. લોકોએ આવા આગાહીકારોની આગાહી માનવી ના જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.