બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, અમદાવાદીઓને ગરમીમાંથી મળી રાહત

વરસાદ / ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી, અમદાવાદીઓને ગરમીમાંથી મળી રાહત

Kalpesh Kandoria

Last Updated: 06:57 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુરુવારે સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં સમી સાંજે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમય બાદ સારા વરસાદથી પંથકવાસીઓમાં ખુશી જોવા મળી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ આશાવાદનો માહોલ સર્જાયો હતો.

ખેડા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શેઢી નદીમાં નવા નીર આવ્યાં હતાં. ડાકોર અને વણોતીને જોડતો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ડાકોરથી વણોતી જતો માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી હતી.

બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વડોદ, વસ્તડી અને ટુવા સહિતના ગામોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

આ પણ વાંચો- 'વર્ષોથી આ માણસ ખોટો પડે છે', વિજ્ઞાન જાથાવાળાએ અંબાલાલ પટેલને ઝાટકી કાઢ્યા, આગાહીને ખોટી ઠેરવી

ઉપરાંત વિરામ બાદ નડીઆદ શહેરમાં પણ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. મહુધા અને મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના કારણે નડીઆદ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ