બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કરોડો લોકો માટે ગુડ ન્યૂઝ: EPF પર આટલા ટકા વ્યાજ દર મંજૂર, જુનમાં ખાતામાં જમા થશે

નેશનલ / કરોડો લોકો માટે ગુડ ન્યૂઝ: EPF પર આટલા ટકા વ્યાજ દર મંજૂર, જુનમાં ખાતામાં જમા થશે

Ajitsinh Jadeja

Last Updated: 06:57 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Employee PF interest Rate: સરકારે 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે.

Employee PF interest Rate: સરકારે 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. વ્યાજની રકમ આ મહિને સભ્યોના ખાતામાં જમા થઈ જશે. આનાથી 7 કરોડથી વધુ ઇપીએફઓ ​​સબ્સ્ક્રાઇબર્સને ફાયદો થશે.

સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે ઇપીએફ પર 8.25% વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના 7 કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે.

સામાન્ય પ્રક્રિયા હેઠળ ઇપીએફઓ દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે ઇપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' દ્વારા ભલામણ કરાયેલા 8.25% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

સીબીટી દ્વારા મંજૂર થયા પછી પીએફ પરનો વ્યાજ દર નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. નાણા મંત્રાલય દ્વારા મંજૂર થયા પછી શ્રમ અને રોજગાર મંત્રાલય તેને સત્તાવાર રીતે સૂચિત કરશે અને ત્યારબાદ વ્યાજની રકમ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / NEET UG પુનઃપરીક્ષાને લઈને એક્શનમાં સરકાર: ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક

આ અગાઉ 2 માર્ચ 2026ના કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સીબીટીની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજદર 8.25% રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO News EPFO Interest Rate Employee PF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ