બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, NDA સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીનો વિજય, કોંગ્રેસને ફટકો
Last Updated: 07:28 PM, 18 June 2026
Parimal Nathwani: એનડીએ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીની જીત કોંગ્રેસ માટે આંચકો માનવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગની વાત આવી છે. ઝારખંડમાં અસલી મુકાબલો એનડીએ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા વચ્ચે હતો.
ADVERTISEMENT
ઝારખંડમાં એનડીએ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણીએ રાજ્યસભાની ચૂંટણી જીતી છે. પરિમલ નથવાણીનું જીતવું મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઈન્ડિયા બ્લોક માટે આંચકો માનવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના અહેવાલો આવ્યા છે.
પરિમલ નથવાણીને 30 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝાને 20 મત મળ્યા. ઝારખંડમાં ખરી સ્પર્ધા પરિમલ નથવાણી અને કોંગ્રેસના પ્રણવ ઝા વચ્ચે હતી.
ADVERTISEMENT
આ ચૂંટણીમાં જેએમએમના વૈદ્યનાથ રામે પણ જીત મેળવી છે, જોકે વૈદ્યનાથ રામની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી.
ક્રોસ વોટિંગ વચ્ચે NDA ઉમેદવારનો વિજય
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રોસ વોટિંગ વચ્ચે NDA સમર્થિત નિર્દલીય ઉમેદવાર પરિમલ નથવાણીએ ગુરુવારે ઝારખંડની બે રાજ્યસભા બેઠકોમાંથી એક પર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના પ્રણવ ઝાને હરાવ્યા છે. શાસક ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના ઉમેદવાર, વૈદ્યનાથ રામ બીજી બેઠક પર ચૂંટાયા છે.
ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નથવાણીને 28 મત મળ્યા, જેના પછી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. પ્રણવ ઝાને 20 મત મળ્યા.
ADVERTISEMENT
ચૂંટણી પરિણામો અંગે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પ્રસાદે કહ્યું, "NDA ને 28 મત મળ્યા, JMM ને 30 મત મળ્યા, અને કોંગ્રેસને 20 મત મળ્યા. ત્રણ મત રદ થયા. પરિમલ નથવાણીને 28 મત મળ્યા. ધારાસભ્યોએ તેમના અંતરાત્માની વાત સાંભળી અને આ થવાનું નક્કી હતું."
નથવાણીએ કહ્યું, "આભાર."
ADVERTISEMENT
પરિમલ નથવાણીએ ઝારખંડના લોકો અને એનડીએ નેતૃત્વનો આ જીત માટે આભાર માન્યો. તેમણે એક્સ પર લખ્યું, "રાજ્યસભાના સભ્ય તરીકે મારા ચોથા કાર્યકાળ માટે સેવા આપવાની તક મળી તે બદલ હું ખૂબ જ આભારી છું. આ ક્ષણ મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે, કારણ કે ઝારખંડથી આ મારો ત્રીજો કાર્યકાળ હશે; આ તે ધરતી છે જ્યાંથી 2008 માં મારી સંસદીય યાત્રા શરૂ થઈ હતી. મારી કાર્યભૂમિ પર ફરી એકવાર પાછા ફરવું એ મારા માટે ખૂબ જ ગર્વ અને વિનમ્રતાની વાત છે."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / NEET UG પુનઃપરીક્ષાને લઈને એક્શનમાં સરકાર: ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક
તેમણે વધુમાં કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો તેમના સમર્થન બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. હું ઝારખંડ વિધાનસભાના તમામ સભ્યોનો પણ દિલથી આભાર માનું છું જેમણે આ યાત્રા દરમિયાન મને વોટ આપ્યો અને સમર્થન કર્યું."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.