બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજુ ગુજરાતવાસીઓને ચોમાસા માટે જોવી પડશે રાહ, અંબાલાલ બાદ હવામાન વિભાગની આગાહી
6 ફોટો ગેલેરી
Last Updated: 03:49 PM, 17 June 2026
1/6
2/6
3/6
4/6
5/6
ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના ભાગરૂપે છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદથી ગરમીમાં રાહત મળશે અને ખેડૂતોમાં પણ આશા જાગશે.
6/6
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 19 અને 20 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ નોંધાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ