બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરના ભલાવત ગામની 7 વર્ષની દીકરી દંડવત પ્રણામ કરતી કરતી રણુજા બાધા કરવા જઈ રહી છે, ડીસા પહોંચી
Last Updated: 04:48 PM, 17 June 2026
"જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી" — આ કહેવતને સાચી સાબિત કરતી એક અનોખી ઘટના હાલ બનાસકાંઠામાં જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લાના ભલાવત ગામની માત્ર 7 વર્ષની એક દીકરી ભગવાન રામદેવપીર પ્રત્યેની અતૂટ આસ્થા અને પરિવારની માનતા પૂર્ણ કરવા માટે દંડવત પ્રણામ યાત્રા કરી રહી છે. યાત્રાના 58મા દિવસે આ દીકરી ડીસા પહોંચી છે. શ્રદ્ધા, વિશ્વાસ અને અડગ સંકલ્પની આ પ્રેરણાદાયી કહાની તમામે એક વખત જરૂર વાંચવી જોઈએ.
ADVERTISEMENT
ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને અડગ સંકલ્પનું જીવંત ઉદાહરણ બની છે ગાંધીનગર જિલ્લાના ભલાવત ગામની માત્ર 7 વર્ષની આ દીકરી. પરિવારના જણાવ્યા મુજબ, જ્યારે દીકરી માત્ર 6 વર્ષની હતી ત્યારે કરાવવામાં આવેલા તબીબી રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાનું સામે આવ્યું હતું. આ સમાચારથી સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો.
પરંતુ મુશ્કેલ સમય વચ્ચે પરિવારે ભગવાન રામદેવપીર પર અતૂટ વિશ્વાસ રાખી માનતા રાખી હતી કે જો દીકરી સ્વસ્થ થશે તો રણુજા સુધી દંડવત પ્રણામ યાત્રા કરવામાં આવશે. પરિવારના જણાવ્યા મુજબ, ત્યારબાદ ફરી કરાવવામાં આવેલા તબીબી રિપોર્ટ સામાન્ય આવ્યા અને દીકરી સ્વસ્થ થઈ ગઈ. જેને પરિવાર ભગવાનની કૃપા અને આશીર્વાદ તરીકે જુએ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- અધૂરા કર્મબંધન શું છે? લોકો વારંવાર જીવનમાં કેમ પાછા આવે છે?
હવે એ જ માનતા પૂર્ણ કરવા માટે 7 વર્ષની આ દીકરી ભલાવત ગામથી રણુજા સુધી દંડવત પ્રણામ યાત્રા કરી રહી છે. યાત્રાના 58મા દિવસે તે ડીસા પહોંચી છે. નોંધનીય છે કે આ પહેલાં પણ દીકરી દ્વારકા સુધીની દંડવત યાત્રા પૂર્ણ કરી ચૂકી છે.
ADVERTISEMENT
ગાંધીનગરના ભલાવત ગામની 7 વર્ષની દીકરી દંડવત પ્રણામ કરતી કરતી રણુજા બાધા કરવા જઈ રહી છે, ડીસા પહોંચી #gandhinagar #ranuja #Bhakti #DevotionalJourney #Spiritual #VTVDigital pic.twitter.com/YVuaAzRdV6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2026
નાની ઉંમરમાં આટલી કઠિન યાત્રા કરી રહેલી દીકરીને જોવા અને આશીર્વાદ આપવા માટે રસ્તામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ યાત્રા માત્ર એક માનતા નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને સંકલ્પની એવી અનોખી મિસાલ બની છે, જે દરેકને પ્રેરણા આપી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.