બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'કલેકટર-કમિશનરની સૂચના હશે તો જ પાલિકા ડિમોલિશન માટે ગઈ હશે' સુરતમાં બોલ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે
Last Updated: 05:39 PM, 17 June 2026
ટૂંકા ગાળામાં આપવામાં આવેલી નોટિસ બાદ ઘરો તોડી પાડવાની કાર્યવાહી અંગે દેશના કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુરત મુલાકાત દરમિયાન તેમણે નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, જો પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર હતા તો તેમની હાજરી કોઈ કલેક્ટર કે કમિશનરની સૂચના આધારે જ હશે અને આ સમગ્ર મામલે જવાબદારી નક્કી થવી જરૂરી છે.
ADVERTISEMENT
નાસીરનગર ડિમોલિશન મામલે રામદાસ અઠ્ઠાવલેનું નિવેદન, અસરગ્રસ્તોને મદદની ખાતરી
સુરત ખાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલેએ નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ડિમોલિશન દરમિયાન પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર હતા, તેથી કોઈ સત્તાવાર સૂચના વિના આવી કાર્યવાહી શક્ય નથી. આ સમગ્ર મામલે હકીકતો જાણી જવાબદારી નક્કી થવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
અઠ્ઠાવલેએ કહ્યું કે, જો ગરીબ અને સામાન્ય નાગરિકો સાથે અન્યાય થયો હશે તો તેઓ વ્યક્તિગત રીતે સમગ્ર ઘટનાની જાણકારી મેળવશે અને સુરત મહાનગરપાલિકાના કમિશનર સાથે પણ ચર્ચા કરશે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે તેમજ વળતર અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ ડિમોલિશન પહેલાં ત્યાં રહેતા લોકો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવી જરૂરી છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી અથવા સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોને અન્યત્ર વસવાટ માટે યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ આવી કાર્યવાહી થવી જોઈએ.
ADVERTISEMENT
અઠ્ઠાવલેએ જણાવ્યું કે, ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારો દેશના નાગરિકો હોય તો તેમને પાકા મકાનની વ્યવસ્થા મળવી જોઈએ અને આ તેમની પાર્ટીની પણ માંગ છે. તેમણે રાતોરાત નોટિસ આપ્યા વિના મકાનો તોડી પાડવાની કાર્યવાહી યોગ્ય ન હોવાનું સ્પષ્ટ કહ્યું હતું.
આ પણ વાંચો- ઉદ્ધવની સેના ફરી તૂટી, 6 બાગી સાંસદોએ શિંદેને નેતા તરીકે સ્વીકાર્યા, લોકસભા સ્પીકારને સોંપ્યો લેટર
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં વર્ષ 2011માં આ પ્રકારની પુનર્વસન સંબંધિત જોગવાઈઓ અમલમાં આવી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો ગેરકાયદેસર રીતે જ્યાં જગ્યા મળે ત્યાં ઝૂંપડાં ઉભાં કરી દેતા હોય છે, પરંતુ આવી સ્થિતિમાં પણ સરકાર અને સ્થાનિક તંત્રએ વૈકલ્પિક જમીન અથવા વસવાટની વ્યવસ્થા ઊભી કરી લોકોને સ્થાયી પુનર્વસન આપવાની દિશામાં કામ કરવું જોઈએ.
નાસીરનગર ડિમોલિશન મુદ્દે કેન્દ્રીય મંત્રીના આ નિવેદન બાદ અસરગ્રસ્ત પરિવારોને સહાય અને પુનર્વસન અંગે ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.