બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / હોટલમાં દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તનની ફરજ પાડતો, 'દરગાહમાં લઈ જઈને'... રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો
Last Updated: 06:06 PM, 17 June 2026
રાજકોટ શહેરમાં એક પરિણીતાએ બિનહિન્દુ યુવક સામે ધર્મ પરિવર્તન માટે દબાણ, દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના ગંભીર આરોપો લગાવતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે અગાઉ રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
મહિલા સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી
મળતી માહિતી મુજબ, પરિણીતા આશરે એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી. પીડિતાનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી આરોપી તેના પર ધર્મ પરિવર્તન કરવા તેમજ પોતાના લગ્નજીવનનો અંત લાવવા માટે સતત દબાણ કરી રહ્યો હતો.
ADVERTISEMENT
પરિણીતાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે અફઝલની સાગરીત તરીકે ઓળખાતી અનિશા નામની મહિલા પણ તેને પતિથી અલગ થવા અને આરોપી સાથે ભાગી જવા માટે સમજાવતી હતી.

ADVERTISEMENT
દોરો બાંધીને પાણી પીવડાવવામાં આવતું
ફરિયાદ અનુસાર, આરોપી તેને એક દરગાહમાં લઈ જતો હતો. જ્યાં દોરો બાંધીને પાણી પીવડાવવામાં આવતું હતું. ઉપરાંત ગોંડલ રોડ વિસ્તારની એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

મહિલાના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી
ADVERTISEMENT
પીડિતાના જણાવ્યા મુજબ, આરોપી તેની પાસે રહેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ સતત માનસિક તણાવના કારણે પરિણીતાએ ગત રાત્રે એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે. જોકે, તેના પતિની સમયસર નજર પડતાં તેને રોકી લેવામાં આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચોઃ 'કલેકટર-કમિશનરની સૂચના હશે તો જ પાલિકા ડિમોલિશન માટે ગઈ હશે' સુરતમાં બોલ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે
ADVERTISEMENT
અગાઉ ત્રણ વખત ફરિયાદ નોંધાઈ ચૂકી
પરિવારજનોનો દાવો છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ત્રણ વખત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેઓએ પોલીસ તંત્ર સામે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી ન કરવાના આક્ષેપો પણ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.