બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM-DyCMના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, શિક્ષણમાં ગુજરાત અગ્રેસર
Last Updated: 07:22 PM, 17 June 2026
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને DYCM હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્કૂલ કરીક્યુલમ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નિપુણ ગુજરાત કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં એવું લાવો કે તબક્કાવાર બધા ફ્રેશ થતા રહે. અમારા બોલવાનો વારો આવે ત્યાં સુધી બધા થાકી જાય છે. હળવા અંદાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીચ શરૂ કરી હતી. શાળા પ્રવેશોત્સવના 23 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદી નાની બાબતોમાં અપાર સંભાવનાઓ જોવે છે. એમાંથી આપડે પાઠ ભણી રોજ શું નવું કરી શકીએ તે શીખ્યા છીએ.
ADVERTISEMENT
શાળા પ્રવેશોત્સવના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે : ભૂપેન્દ્ર પટેલ
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડ્રોપ આઉટ રેશીયો એક પર પોહોંચ્યો છે. પ્રવેશોત્સવમાં કોઈ બાકી ના રહી જાય તેના પર ફોકસ કરીએ. પહેલા ૩૫ ટકા ડ્રોપ આઉટ હતું અને તે સમયે નામાંકન ૧૦૦ ટકા ન હતું એટલે ડ્રોપ આઉટ પહેલા ખૂબ મોટો હતો. મુખ્ય કામ જે બાકી રહ્યું છે શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું વાંચન લેખન સો ટકા થાય. ફરિયાદો આવે છે ૬ ધોરણ સુધી વાંચતા કે લખતા નથી આવડતું. એ પરિસ્થિતિ માં થી બહાર આવી જવું જોઈએ. શિક્ષકો ત્યાં છે એમને શું કરવાનું એ આપડે શિખવવું. વાલીઓ કહે છે કે ભણ્યા ચાલશે ખેતર માં કોણ કામ કરશે. સ્કૂલ મોનિટરિંગ કમિટી વાલીઓ સાથે બેઠક કરે. ખેતી અને પશુપાલન માં ગ્રેજ્યુએટ થયેલા લોકો છે. શિક્ષણ ખૂબ જરૂરી છે એ ના થાય તો લક્ષ્યાંક પાર નહીં પડી શકે પહેલા કહેતા અભ્યાસ નહીં કરે તો દૂકાન પર બેસશે. શાળા પ્રવેશોત્સવ ની યાત્રામાં સો ટંકા નામાંકન પર પોહોંચ્યા છીએ. ગુણો માં વિદ્યાર્થીઓ સો ટકા પાસ થાય તે કામ કરવું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ GMDCના MD રૂપવંત સિંઘ રાજ્યના મુખ્ય ટેક્સ કમિશનર, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર
કાર્યક્રમ દરમિયાન DYCM હર્ષ સંઘવીનું નિવેદન
ADVERTISEMENT
શાળા પ્રવેશોત્સવમાં શું કામગીરી કરવી કે ન કરવી એમાં પડવા નથી માંગતો. અહિયાં બેઠેલા લોકો 23 વર્ષથી શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે. સરકારી કામગીરીના ત્રણ દિવસ નહીં મનથી શિક્ષણ લેતા બાળકોને તમે સમય આપી રહ્યા છો. ત્રણ દિવસ મન મુકીને મહેનત કરશો તો પણ એટલા દિવસ આપવાના છે. સરકારી કામ સમજીને આપશો તો પણ ત્રણ દિવસ આપવાના છો. મન ને સંતોષ થાય તેવી રીતે કામ કરવાનું છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને ખરાબ આદતમાંથી બહાર નીકાળવાની જવાબદારી આપડી છે. માત્ર સ્વચ્છતાની ચકાસણી ની જરૂર નથી. વિદ્યાર્થીઓ ગંદકી ના કરે તેવું શિખવાડીએ. આપડે જે બદલાવ લાવી શકીએ તે કોઈ કરી શકે નહીં. નાની બાબતો બદલીશું તો ઘણું બદલાવી શકીશું. ૬.૫ લાખ ડ્રોપ થયેલા બાળકો ને પરત લાવવા થયેલી કામગીરી ને બિરદાવું છું. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો પ્રયાસ સફળ બનાવીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.